Last Updated on April 6, 2021 by
કોલ્હાપુર (Kolhapur) ના યૂથ ડેવલપમેન્ટ કો-ઑપરેટિવ બેન્ક (Youth Development Co-operative Bank Limited) ના ગ્રાહકોને ભારતીય રિઝર્વ બેન્ક (RBI) એ મોટી રાહત આપી છે. RBI એ સહકારી બેન્ક પર જાન્યુઆરી 2019 થી લગાવામાં આવેલી પાબંદીઓને પાછી લઈ લીધી.
કેન્દ્રીય બેન્કે કોલ્હાપુરના સહકારી બેન્કની ખરાબ થતી ફાઈનાન્શિયલ સ્થિતિ (financial position) ને જોતા 5,000 રૂપિયા સુધી ઉપાડવામાં પ્રતિબંધ લગાવી દીધો હતો. તેની સાથે જ હજુ પણ ઘણી પાબંદીઓ લગાવામાં આવી હતી. શરૂઆતી સમયમાં આ પાબંદીઓ 5 જાન્યુઆરી, 2019 ના 6 મહીના માટે લગાવામાં આવી હતી.
ત્યારબાદ આ પાબંદિઓને સમય-સમય પર વધારો આપવામાં આવ્યો. ત્યારબાદ 5 એપ્રિલ 2021 સુધી તેમાં અંતિમવાર પાબંદી લાગી હતી. હવે તેના પર લાગી બધી પાબંદીઓને હટાવી દેવામાં આવી છે.
RBI એ પોતાનું સર્કયૂલર પરત ખેંચ્યુ
RBI એ એક સર્કુલરમાં કહ્યુ છે કે સ્થિતિ સારી મળવા માટે લોકોના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે. 5 એપ્રિલ 2021 થી કોલ્હાપુર સ્થિત યૂથ ડેવલપમેન્ટ કો-ઓપરેટિવ બેન્ક લિ. (Youth Development Co-operative Bank Limited) ને લઈને ચાલુ બધા નિર્દેશોને પાછા લઈ લીધા છે.
તમને જણાવી દઈએ કે સહકારી બેન્ક પર જે અન્ય પાબંદીઓ લગાવામાં આવી હતી, તેમાં RBI ની મંજૂરી વગરો કોઈ કર્ઝની મંજૂરી કે નવીનીકરણ (renewing), કોઈ પ્રકારનું રોકાણ કરવા પર પ્રતિબંધ વગેરે સામેલ હતો.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31