Last Updated on April 9, 2021 by
ભારતીય રિઝર્વ બેંક (RBI)એ પેમેન્ટ બેંકોમાં એક ગ્રાહક દ્વારા મહત્તમ રકમ રાખવાની મર્યાદા એક લાખ રૂપિયાથી વધારીને 2 લાખ રૂપિયા કરી દીધી છે. સૂક્ષ્મ, લઘુ તથા મધ્યમ ઉદ્યોગો (MSME), નાના વેપારીઓ સહિત ગ્રાહકોની જરૂરિયાતને પૂરી કરવા માટે તેની ક્ષમતા વધારવાના ઇરાદાથી આ બદલાવ તાત્કાલિક પ્રભાવે કરવામાં આવ્યો છે.
1 દિવસમાં જમા કરી શકાશે 2 લાખ
RBI ના ગવર્નર શક્તિકાંત દાસે (Shaktikanta Das) બુધવારે મોનિટ્રી પોલીસી કમિટીની બેઠક બાદ તેની ઘોષણા કરી હતી. RBIના એક સર્ક્યુલરમાં કહ્યું, પેમેન્ટ બેંકોની નાણાકીય સમાવેશના ક્ષેત્રમાં પ્રગતિ અને આ બેંકોના કામકાજમાં વધુ લવચીકતા ઉપલબ્ધ કરાવવા પર વિચાર કરતાં દિવસના અંતમાં પ્રતિ વ્યક્તિગત ગ્રાહક મહત્તમ રકમ રાખવાની મર્યાદા એક લાખ રૂપિયાથી વધારીને 2 લાખ રૂપિયા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
દેશમાં આશરે 6 બેંક ઉપલબ્ધ
ખાતામાં રકમ રાખવાની મર્યાદા બમણી કરવાનો નિર્ણય પેમેન્ટ બેંકોના કામકાજની સમીક્ષા પર આધારિત છે. આર્થિક સમાવેશ માટે તેમના પ્રયાસોને પ્રોત્સાહિત કરવાના ઇરાદાથી કરવામાં આવ્યો છે. સાથે જ તેમને MSME, નાના વેપારીઓ અને ઉદ્યોગપતિઓ સહિત ગ્રાહકોની જરૂરિયાતોને પૂરી કરવામાં સક્ષમ બનાવવા છે. દેશમાં વર્તમાનમાં આશરે 6 પેમેન્ટ બેંક છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31