GSTV
Gujarat Government Advertisement

કામની વાત/ ઑનલાઇન પેમેન્ટ એપથી ટ્રાન્સફર કરી શકાશે બે લાખ રૂપિયા,મોબાઈલ પર જ મળશે આ સુવિધાઓ

Last Updated on April 8, 2021 by

ઓનલાઈન પેમેંટની સુવિધામાં વધારો કરવા માટે બેંક ઓફ ઈન્ડિયા દ્વારા નવી ક્રેડિડ પોલીસની જાહેરાત કરવામાં આવી છે. આ નવી પોલીસીમાં ઓનલાઈન પેમેંટ, મોબાઈલ પેમેંટ, કાર્ડ પેમેંટ માટે ઉત્તમ માનવામાં આવે છે. નવી પોલીસીની જાણકારી મોબાઈલ એપ્લિકેશન પર આપી દેવામાં આવશે. સાથે પેમેંટ ટ્રાન્સફર કરવા માટેની મર્યાદા પણ વધારી દેવામાં આવી છે.

નવી પોલીસી પ્રમાણે હવે તમે બે લાખ સુધી રૂપિયા ટ્રાન્સફર કરી શકો છે. એની પહેલા મોબાઈલ એપ્લિકેશન દ્વારા એક લાખ રૂપિયા ટ્રાન્સફર કરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. નવી પોલીસી દ્વારા RTGS અને NEFT જેવી સુવિધા માટે નોન બૈંકિંગ પેમેંટ સિસ્ટમ સામેલ કરી દેવામાં આવશે. જેના કારણે તમારા બેંકના કામ ખૂબજ આસાન થઈ જશે.

આ સુવિધાનો લાભ દેશના લાખો લોકો લઈ શકે છે. તમારા મોબાઈલમાં દરેક સુવિધાઓ હશે જેટલી હાલ ડેબિટ કાર્ડમાં મળતી હોય છે. કેટલાક લોકોનું પેમેંટ તેમના વેપાર પર હોય છે. તેવા લોકો માટે આ નવી પોલીસી ખૂબજ મદદરૂપ નિવડશે. તમે તમારા મોબાઈલ દ્વારા દરેક કામ કરી શકો છો. જે હાલમાં તમે ડેબિટ કાર્ડ પર કરી રહ્યા છો. આ ઉપરાંત એટીએમ, ક્યુઆર કોડ, બિલ પેમેંટ માટે વન ટાઈમ ટચ પર આ સુવિધા ઉપલબ્ધ રહેશે. આ મામલે આરબીઆઈ દ્વારા ઓક્ટોબર વર્ષ 2018માં inter-operabilityની વાત કરવામાં આવી હતી.

 RESD ALSO

 

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો