GSTV
Gujarat Government Advertisement

ઝટકો / દેશની સૌથી મોટી સરકારી બેંક SBI પર લાગી કરોડોની પેનલ્ટી, RBIના આ નિયમને ન માનવાનો છે આરોપ..

Last Updated on March 17, 2021 by

ભારતીય રિઝર્વ બેંકે દેશની સૌથી મોટી બેંક SBI પર 2 કરોડ રૂપિયાનો પેનલ્ટી લગાવી છે. આ પેનલ્ટી કમિશનના રૂપમાં કર્મચારીઓને ઈનામને લઈને SBI એ જારી દિશા નિર્દેશ સહિત અન્ય નિયમોના ઉલ્લંઘનને લઈને લગાવી છે. કેન્દ્રીય બેંકના એક અધિકારી અનુસાર પેનલ્ટી બેંકના નિયમન કાયદાના કેટલીક જોગવાઈઓ અને કમિશનના રૂપમાં બેંક કર્મચારીઓને ઈનામની ચૂકવણીને (Reward payment)લઈને જારી સ્પષ્ટ નિર્દેશોના ઉલ્લંધનને લઈને લગાવાઈ છે.

SBI

RBIએ કહ્યુ કે, કાર્યવાહી નિયામકીય અનુપાલનમાં ખામીને લઈને છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા પોતાના ફાઈનાન્શિયલ કંડિશનના સંદર્ભમમાં 321 માર્ચ 2017 અને 31 માર્ચ 2018ના કાનૂની નિરીક્ષણ હેઠળ આવ્યા હતા. આ જોખમ મૂલ્યાંકન રિપોર્ટ (RAR)થી સંબંધિત હતી. RBIએ SBIને એ પણ પૂછ્યુ હતું કે, તેના પર ફાઈન કેમ ન લગાવામાં આવે ? સાથે જ તે પોતાના કર્મચારીઓને ઈનામ ચૂકવણીની વ્યાખ્યા સ્પષ્ટ કરે.

RBI બેંકના નોટિસ પર સ્ટેટ બેંકના જવાબ, વ્યક્તિગત સૂનાવણી દરમ્યાન મૌખિક જવાબ અને SBI તરફથી રજૂ કરેલા દસ્તાવેજની તપાસ બાદ રિઝર્વ બેંક આ પરિણામ પર પહોંચી છે કે, SBIએ નિયમોનનું ઉલ્લંઘન કર્યુ છે. જે બાદ કેન્દ્રીય બેંકે પેનલ્ટી લગાવાનો નિર્ણય કર્યો.

RBI એ બેંકિંગ રેગ્યૂલેશન એક્ટ 1949 ના સેકશન 10 (1) (b) (ii)ના ઉલ્લંઘન અને કર્મચારીઓને કમિશનના રૂપમાં પારિશ્રમિક ચૂકવણી સંબંધી ગાઈડલાઈનને અવગણવાના કારણે SBI પર 2 કરોડની પેનલ્ટી લગાવી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો