GSTV
Gujarat Government Advertisement

કામની વાત / તમામ બેંકોએ 30 સપ્ટેમ્બર સુધીમાં લાગૂ કરવી પડશે ચેકની નવી સિસ્ટમ, જાણો શુ થશે ફાયદો

Last Updated on March 16, 2021 by

RBIએ તમામ બેંકોને આદેશ આપ્યો કે, તે 30 સપ્ટેમ્બર 2021 સુધી પોતાની તમામ બ્રાંચમાં ચેક ટ્રાંધેક્શન સિસ્ટમ CTCને લાગૂ કરે. જેથી દેસમાં ચેક ક્લિયરન્સ ઝડપી બનશે. આ સિસ્ટમ વર્ષ 2010થી શરૂ થઈ છે. પરંતુ અત્યાર સુધી માત્ર 1,50,000 શાખાઓમાં જ લાગુ થઈ શક્યો છે. પરંતુ હેવે RBI બેંકના નવા આદેશ મુજબ તમામ બેંકોની શાખાઓમાં આ સિસ્ટમ લાગુ કરવી પડશે.

રિઝર્વે બેંકે શુ કહ્યું

તમામ બેંકોના ચેરમેન તેમજ મેનેજીંગ ડીરેકટરને મોકલાયેલા સર્કલ્યૂલરમાં RBI એ કહ્યુ કે, એ જોવા મળ્યુ છે કે, બેંકોની કેટલીક શાખાઓને કોઈપણ રીતે ઔપચારિક ક્લિયરીંગ સિસ્ટમથી બહાર રાખવામાં આવી છે. તેના કારણે તેના ગ્રાહકોને મુસીબતનો સામનો કરવો પડી શકે છે. કારણ કે, સમય વધારે લાગે છે. અને ચેકના ક્લેકશનમાં કીંમત પણ વધારે આવે છે. CTSની ઉપલબ્ધતા વધારવા અને તમામ ગ્રહકોને એકસમાન અનુભવ આપવા માટે તમામ બેંકોએ એ સૂનિશ્ચિત કરવુ પડશે કે, તેની તમામ શાખાઓમાં ઈમેજ આધારીત CTS 30 સપ્ટેમ્બર 2021 સુધી લાગુ કરાવાય.

લોન

શુ છે ચેક ટ્રંકેશન સિસ્ટમ

ચેક ટ્રંકેશન સિસ્ટમ ચેકને ક્લિયર કરવાની એક પ્રક્રિયા છે. તેમાં જારી કરેલા ફિઝિકલ ચેકને એક સ્થળેથી બીજા સ્થળે ફરવુ પડતુ નથી. અને ચેકની ફોટો લઈને તેને ક્લિયર કરાય છે. હકીકતમાં જુની વ્યવસ્થામાં ચેક જે બેંકમાં પ્રસ્તુત કરવામાં આવે છે ત્યાંથી જ અરજદાર બેંક શાખા સુધીની યાત્રા કરે છે. આવી રીતે તેને ક્લિયર કરવામાં સમય લાગે છે. CTSમાં ચેકના સ્થાને ક્લિયરિંગ હાઉસ તરફથી તેની ઈલેકટ્રોનિક ફોટો અરજદારને મોકલવામાં આવે છે. તેની સાથે સંબંધિત જાણકારી જેવી કે, MICR બેંડનો ડેટા, પ્રસ્તુતિની તારીખ, બેંકનો બ્યૂરો પણ મોકલવામાં આવે છે.

શું છે તેનો ફાયદો

ટેક ટ્રેંકેશન સિસ્ટમ ચેકના કલેક્શનની પ્રક્રિયાને ઝડપી બનાવે છે. જેથી ગેરાહકોને સારી સેવાઓ આપવામાં મદદ મળે છે. ચેકની રકમ તત્કાલ ક્લિયર હોવાથી ગેરાહકની જરૂરીયાત સમય પર પુરી થાય છે. તે કીંમતને ધટાડે છે. તેનાથી સમગ્ર બેંકિંગ તંત્રને ફાયદો થાય છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો