GSTV
Gujarat Government Advertisement

અમેરિકામાં જોવા મળ્યુ દુર્લભ પક્ષી: અડધૂ નર અને અડધૂ માદા છે આ પક્ષી, આખી જીંદગીમાં ફક્ત એક જ વખત જોઈ શકશો

Last Updated on February 25, 2021 by

અમેરિકાના પેન્સિલવેનિયા શહેરમાં પક્ષીઓ પર નજર રાખતા નિષ્ણાંત જેમ્સ અને હિલ તૃતિયએ એક દુર્લભ પક્ષીની તસ્વીર ખેંચવામાં સફળતા મળી છે. જે અડધુ નર અને અડધુ માદા છે. જેમ્સ જણાવે છે કે, આ પ્રકારના પક્ષીને જોવાનો લ્હાય જીવનમાં ફક્ત એક વાર મળે છે. જેમ્સ છેલ્લા 48 વર્ષથી પક્ષીઓ માટે કામ કરી રહ્યા છે. આ પક્ષી 10 લાખ પક્ષીઓમાંથી એક જ હોય છે.

આ દુર્લભ કાર્ડિનલ પક્ષીનો નરવાળો ભાગ લાલ અને માદાવાળો ભાગ ભૂરા સફેદ રંગનો હોય છે. જેમ્સ જણાવે છે કે, આ પક્ષી વચ્ચેથી અડધો પુરૂષ અને અડધુ માદા છે. જે ખૂબ જ અસામાન્ય છે. આ પક્ષીમાં આ બદલાવ ડબલ ફર્ટિલાઈજેશનના કારણે થયુ છે. જેમાં માદાની ઈંડાની કોશિકાઓ બે નાભિ સાથે વિકસીત થાય છે. જે બે શુક્રાણુ દ્વારા સંભવે છે.

જેનું પરિણામ દ્વિપક્ષીય નરમાદા થાય છે. જેમાં પક્ષી નર અને માદા બંને એક બીજા સાથે જોડાયેલા હોય છે. જેમ્સને તેમના એક મિત્રએ ગેંડ વૈલીના ઘરની બહાર આ પક્ષી હોવાનું સૂચના આપી હતી. તેમના જણાવ્યા પ્રમાણે આ પક્ષીનો એક ભાગ અન્ય પ્રજાતિનો છે, જ્યારે બીજો ભાગ બીજી પ્રજાતિનો છે.

જેમ્સે કહ્યુ હતું કે, મને તેની વાતનો ભરોસો થયો નહીં, કે આ પક્ષી અડધુ નર અને અડધુ માદા છે. તેમણે તાત્કાલિક ઘર માલિક સાથે વાત કરી અને જણાવ્યુ કે, આ એક નર કાર્ડિનલ પક્ષી છે અને તેની છાતી પર અમુક સફેદ રંગ છે. કાર્ડિનલ પક્ષી ઉત્તરી અને દક્ષિણ અમેરિકામાં જોવા મળે છે. કાર્ડિનલ પક્ષી પોતાના લાલ ચમકદાર રંગના કારણે જાણીતા છે. પણ વિશેષતા ખાલી નરમાં જ હોય છે. આ દુર્લભ પક્ષીને જોતા જેમ્સે 50થી વધારે તસ્વીરો ખેંચી હતી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો