GSTV
Gujarat Government Advertisement

ખેડૂત નેતા રાકેશ ટિકૈતની કાર પર રાજસ્થાનમાં હુમલો, નારાજ સમર્થકોએ જામ કર્યો દિલ્લીથી ગાજિયાબાદ જતો રસ્તો

Last Updated on April 2, 2021 by

મોદી સરકારનાં ત્રણ નવા કૃષિ કાયદાની વિરુદ્ધ દેશના વિવિધ ભાગોમાં કિસાન પંચાયત યોજી રહેલા ખેડૂત નેતા રાકેશ ટિકૈતની કાર પર રાજસ્થાનનાં અસવર જિલ્લામાં હુમલો કરવામાં આવ્યો છે તે સાથે જ તેમણે ભાજપ પર આ હુમલાનો આરોપ લગાવ્યો છે. જો કે પોલીસે કાર્યવાહી કરતા 3 જણાની અટકાયત કરી છે. જો કે આ હુમલાનાં સમાચાર મળતા જ દિલ્હી-યુપીનાં ગાઝીપુર બોર્ડર પર રાકેશ ટિકૈતનાં સમર્થકોએ નેશનલ હાઇવે 9ને જામ કરી દીધો, બાદમાં પોલીસે હસ્તક્ષેપ કર્યા પછી ટ્રાફિક રાબેતા મુજબ શરૂ થઇ શક્યો.

ભારતીય કિસાન યુનિયન (BKU) નેતા રાકેશ ટીકૈતે ટ્વિટર વીડિયો શેર કરીને કહ્યું છે કે, “રાજસ્થાનનાં અલવર જિલ્લાના તતાપુર ચોરાહા, બાનસુર રોડ પર ભાજપના ગુંડાઓ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો. લોકશાહીની હત્યાની તસવીરો. રાકેશ ટિકૈટનાં કાફલા પર હુમલો એ સમેય થયો જ્યારે તે અલવરના હર્સોરા ગામથી બાન્સુર તરફ જઈ રહ્યા હતા. ત્યારે તતારપુર ગામની આસપાસ તેના કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો. ટિકૈટ શુક્રવારે હરસોરામાં એક સભાને સંબોધન કરવા માટે પહોંચ્યા હતા. બેઠક પૂરી થયા બાદ તે બુંસર જવા રવાના થયા હતા. ટિકૈતે પોતાના ટ્વીટમાં એક વીડિયો પણ શેર કર્યો છે. જેમાં તેની કારના પાછળના ભાગનો કાચ તૂટેલો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં કેટલાક રસ્તા પર સૂત્રોચ્ચાર કરતા નજરે પડે છે. આ પહેલા રાકેશ ટિકૈતે અલવરના હરસોલીમાં આયોજિત ખેડૂત પંચાયતની તસવીરો શેર કરી હતી.

ઉલ્લેખનીય છે કે, નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો છેલ્લા 4 મહિનાથી દિલ્હીની બોર્ડર પર પ્રદર્શન કરી રહ્યાં છે અને તેઓ કાયદો પર લેવાની માંગ પર અડગ છે. તેની વચ્ચે ભારતીય કિસાન યુનિયન (BKU)ના નેતા રાકેશ ટીકૈતે ઘોષણા કરી છે કે જ્યાં સુધી મોદી સરકાર ત્રણેય કૃષિ કાયદા પાછા નહીં લે ત્યાં સુધી તે આંદોલન ચાલું રાખશે.

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો