GSTV
Gujarat Government Advertisement

કોરોનાના નામ પર કાઢવામાં આવી રહ્યું રેલ યાત્રીઓનું તેલ! પેસેન્જર ટ્રેનના નામ પર એક્સપ્રેસનું ભાડું, દલીલ-ભીડ રોકવા માટે

ટ્રેન

Last Updated on March 7, 2021 by

કોરોના સંકટમાં અસરથી ફર્શ પર પડેલ રેલવે હવે નુકસાનની ભરપાઈ હવે સામાન્ય માણસ પાસે કરી રહી છે. કોરોના કાળના નામ પર રેલવે યાત્રીઓનો તેલ કાઢવામાં આવી રહ્યું છે. આવક ઘટવાની વચ્ચે મોંઘવારી પહેલાથી જ ઉભેલી છે હવે રેલવેએ પેસેન્જર ટ્રેનોમાં યાત્રી ભાડામાં ત્રણ ઘણો વધારો કરી દીધો છે. રેલવેએ દલીલ કરી છે કે કોરોના સંકટને જોતા આ નિર્ણય લેવાયો છે. જેથી વધુ ભાડું થતા ઓછા લોકો સફરમાં નીકળે.

કોરોનાના કારણે રેલવેની આવકમાં ઘણો ઘટાડો થયો છે. 2019માં યાત્રી આવકથી 53 હજાર કરોડ રૂપિયા એકત્રિત થયા હતા. 2020 ડિસેમ્બર સુધીમાં લગભગ 4600 કરોડની જ આવક થઇ છે. એક અનુમાન અનુસાર ગયા નાણાકીય વર્ષ સમાપ્ત થયા સુધી એમાં લગભગ 70% નુકશાન થયું છે.

ઓછા અંતરની ટ્રેન માટે ભાડું વધારાયુ

રેલવે

એમાંથી નીકળવા માટે રેલવેએ આ રીત શોધી છે. રેલવેએ ઓછા અંતરના સફરની ટ્રેન માટે ભાડું વધારી દીધુ છે. હવે ઓછા અંતરની યાત્રા વાળી ટ્રેન જ એક્સપ્રેસ રીતે ચલાવવામાં આવશે. આ નિર્ણયથી ‘લોકલ’ યાત્રીઓના ખિસ્સા પર બેથી ત્રણ ઘણી અસર પડશે. જયારે સુવિધા એમને પેસેન્જર ટ્રેનની જ મળશે. ધીરે-ધીરે રેલવે પેસેન્જર સેવાને બહાલ કરવાનું શરુ કરી દીધું છે. પૂર્વ મધ્ય રેલવેએ 8 માર્ચથયુ 13 જોડી એટલે 26 મેમુ પેસેન્જર ટ્રેન ચલાવવાની ઘોષણા કરી છે. સીપીઆરઓ રાજેશ કુમારનું કહેવું છે કે આ ટ્રેનોનું ભાડું મેલ/એક્સપ્રેસ બરાબર છે. એનાથી ટ્રેન યાત્રીઓની વધુ ભીડ જોવા ન મળે.

શું કહ્યું રેલવેએ ?

પ્લેટફોર્મ

રેલવેનું કહેવું છે કે હાજું કોરોના પ્રોટોકોલને લઇ યાત્રી ટ્રેનોનું નિયમિત પરિચલન થઇ રહ્યું નથી. યાત્રી ઓછામાં ઓછા નીકળી રહ્યા છે. એટલે આવકમાં ધીરે-ધીરે વધારો થશે અને કોરોન કાલથી પહેલાની સ્થિતિમાં આવતા સમય લાગશે. એવામાં માલ ભાડા આવક રેલવેનું નુકસાન ભરવાનું કામ કરશે. એના માટે રેલવેએ આ વર્ષે પોતાના માલ ધોવાણમાં એ તમામ વસ્તુને સામેલ કરી છે જે હજુ સુધી એના દાયરાથી બહાર હતી. હવે પશ્ચિમી ડેડીકેટેડ ફ્રેટ કોરિડોરનું પરિચાલનથી એને ઘણા અન્ય ક્ષેત્રોના માલ ધોવળનો મોકો મળશે. એવામાં એના માલભાડા આવકમાં વધારો જોવા મળશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો