GSTV
Gujarat Government Advertisement

મુસાફરો પાસેથી રેલ્વે કરી રહ્યુ છે ઉઘાડી લૂંટ: ટ્રેનોના નામ બદલી જનતાના ખીસ્સા ખાલી કરવાનો કારસો, ડબલ ભાડા છતાં કોઈ નથી કહેવાવાળું !

Last Updated on February 28, 2021 by

રેલ્વે ટ્રેનોના નામ બદલીને લોકોના ખીસ્સા ખંખેરી રહ્યુ છે.સામાન્ય ટ્રેનોને સ્પેશિયલ ટ્રેન નામ પર ચલાવવાથી મુસાફરોને 25 ટકા સુધીનો ચૂનો લાગ્યો છે. તો વળી હવે પેસેન્જર ગાડીને અનામત વગરી એક્સપ્રેસ બનાવીને ડબલ ભાડા વસૂલવાની તૈયારી કરી રહ્યુ છે. એટલુ જ નહીં, કોરોનાના ડરથી આવી બોગીઓમાં બેડરોલ તો બંધ કરી જ દીધા છે, જ્યારે તેનું ભાડૂ હજૂ સુધી મુસાફરો પાસેથી જ વસૂલાઈ રહ્યુ છે.

એસી કોચમાં બેડ રોલ આપવાની વ્યવસ્થા છે. જેમાં બે ચાદર, એક ધાબળો, અને રૂમાલ અને એક તકિયો આપે છે. આ તમામ માટે રેલ્વે 25થી 30 રૂપિયા જોડીને અલગથી ચાર્જ વસૂલે છે. જ્યારે ગરીબ રથ ટ્રેનોના ભાડપમાં બેડ રોલ ચાર્જ ભાડામાં જોડવામાં આવતો નથી. તેમાં બેડરોલ લેનારા મુસાફરોને ટ્રેનમાં જ 25 રૂપિયા વધારાના ચાર્જ આપવાનો રહે છે.

આવી રીતે સમજો વસૂલીનું ગણિત

જો તમે ગોરખપુરથી આનંદ વિહાર સુધી જતી હમસફર એક્સપ્રેસની વાત કરીએ તો, તેમાં 18 એસી કોચ છે. એક કોચમાં 80 સીટ છે. આ રીતે કુલ 1440 સીટ થાય છે. હવે જો આ જ ટ્રેનની વાત કરીએ તો, 36 હજાર રૂપિયા ફક્ત એક જ ટ્રિપમાં મુસાફરોને ચૂનો લાગે છે. આ તો ફક્ત એક જ ટ્રેનની વાત થઈ, તમામ ટ્રેનની મેળવીને આ વસૂલી લાખો રૂપિયામાં થાય છે.

મુસાફરોએ કરેલી છે ફરિયાદ, રેલ સંગઠન પણ નારા

આ મનમાની વસૂલીથી જ્યાં મુસાફરોએ ફરિયાદ કરી ચુક્યા છે, તો વળી રેલ સંગઠન પૂર્વોત્તર રેલ્વે કર્મચારી સંઘના મહામંત્રી વિનોદે પણ આ મનમાન્યા ભાવથી નારાજગી વ્યક્ત કરી છે. એઆઈઆરએફનો અનુરોધ કરીને આ મુદ્દો રાષ્ટ્રીય સ્તરે ઉઠાવાનું કહી રહ્યા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો