Last Updated on March 1, 2021 by
રેલ્વેમાં નોકરી મેળવવા ઈચ્છતા ઉમ્મેદવારો માટે અરજી કરવાની સુવર્ણ તક છે. સેન્ટ્રલ રેલ્વેએ ટ્રેડ અપ્રેંટીસના 2532 પદો પર ભરતી કરવા માટે વેકેન્સી બહાર પાડી છે. રેલ્વે રિક્રૂટમેન્ટ સેલ હેઠળ નિયુક્તિઓ વિભિન્ન ટ્રેડમાં કરવામાં આવશે. રેલ્વે દ્વારા જાહેર કરવામાં આવેલ નોટીફિકેશન અનુસાર, ટ્રેડ અપ્રેંટિસના આ પદો પર 6 ફેબ્રુઆરી 2021થી આવેદન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ઈચ્છુક ઉમેદવાર સત્તાવાર વેબસાઈટ www.rrccr.com પર જઈને આવેદન કરી શકે છે. જણાવી દઈએ કે, મુંબઈ, ભુસાવલ, પુણે, નાગપુર અને સોલાપુર સહિત અનેક રિજન માટે આ ભરતી બહાર પાડવામાં આવી છે.
મહત્વપુર્ણ તારીખ
અરજીની પ્રારંભિક તારીખ- 6 ફેબ્રુઆરી 2021
અરજીની અંતિમ તારીખ- 5 માર્ચ 2021
શૈક્ષણિક યોગ્યતા
રેલ્વેમાં ટ્રેડ અપ્રેંટિસના આ મેપદો પર અરજી કરવા માટે ઉમ્મેદવારે માન્ય સંસ્થા અથવા બોર્ડ 10ની પરીક્ષા પાસ હોવું આવશ્યક છે. સાથે જ પદ સંબંધિત ટ્રેડમાં ITI સર્ટિફિકેટ પણ હોવું જોઈએ.
વય મર્યાદા
આ પદ પર અરજી કરવા માટે ઉમેદવારની આવું ઓછામાં ઓછી 15 વર્ષ અને વધુમાં વધુ આયુ 24 વર્ષ નક્કી કરવામાં આવી છે. આયુની ગણના 1.1.2021ના આધાર પર કરવામાં આવશે.
આવેદન શુલ્ક
આ પદો પર આવેદન કરવા માટે ઉમેદવારોએ 100 રૂપિયા અરજી શુલ્ક આપવું પડશએ. જણાવી દઈએ કે, ઓનલાઈન આવેદનની અંતિમ તિથિ 5 માર્ચ 2021 નિર્ધારિત કરાઈ છે.
પસંદગીની પ્રક્રિયા
રેલ્વેમાં અપ્રેંટિસની આ ભરતી માટે ઉમેદવારોએ કોઈ લેખિત પરિક્ષા અથવા ઈન્ટરવ્યૂ નહીં આપવું પડે. માત્ર 10માંના નંબરના આધાર પર મેરિટ બનશે. આ મેરિટના લિસ્ટ દ્વારા યોગ્ય ઉમેદવારોની પસંદગી થશે. વધુ જાણકારી માટે અહીં ક્લિક કરી આધિકારિક નોટીફિકેશન જોઈ શકો છો.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31