GSTV
Gujarat Government Advertisement

રાહુલનું સિંધિયાને નિમંત્રણઃ કોંગ્રેસમાં આવો અને મુખ્યમંત્રી બનો, એમપીના રાજકારણમાં શરૂ થશે સખળડખળ

Last Updated on March 9, 2021 by

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જ્યોતિરાદિત્ય સિંધિયા મુદ્દે કરેલા નિવેદનની ભારે ચર્ચા છે. રાહુલે કહ્યું કે, જ્યોતિરાદિત્ય કોંગ્રેસમાં હોત તો મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી હોત પણ ભાજપમાં એ બેંકબેંચર એટલે કે છેલ્લી બેંચ પર બેસનારા નેતા બનીને રહી ગયા છે.

ભાજપ

ભાજપમાં એ બેંકબેંચર એટલે કે છેલ્લી બેંચ પર બેસનારા નેતા બનીને રહી ગયા

યુથ કોંગ્રેસના સંમેલનમાં રાહુલે એમ પણ કહ્યું કે, કોંગ્રેસ સમુદ્ર છે અને અમારા દરવાજા બધાં માટે ખુલ્લા છે. કોઈને પક્ષમાં આવતાં કોઈ રોકશે નહીં અને જેને પક્ષની વિચારધારામાં રસ ના હોય તેમને બીજે જતાં પણ કોઈ નહીં રોકે.

કોંગ્રેસ

જ્યોતિરાદિત્યને ભાજપમાં ભંગાણ પાડીને કોંગ્રેસમાં પાછા આવીને મુખ્યમંત્રી બનવા આડકતરું નિમંત્રણ

રાહુલે આ નિવેદન દ્વારા જ્યોતિરાદિત્યને ભાજપમાં ભંગાણ પાડીને કોંગ્રેસમાં પાછા આવીને મુખ્યમંત્રી બનવા આડકતરું નિમંત્રણ આપી દીધું હોવાની ચર્ચા છે. હાલમાં મધ્ય પ્રદેશ વિધાનસભામાં ભાજપના ૧૨૬ સભ્યો છે જ્યારે કોંગ્રેસના ૯૬ સભ્યો છે. સિંધિયાએ કોંગ્રેસમાં જોડાઈને મુખ્યમંત્રી બનવા ભાજપના ૪૨ ધારાસભ્યોને તોડવા પડે જે શક્ય નથી પણ રાહુલે સિંધિયાને સંકેત આપ્યો છે. રાહુલે પોતાના નેતૃત્વ સામે સવાલ ઉઠાવનારા જવા માગતા હશે તો તેમને રોકવામાં નહીં આવે એવો સંકેત પણ આપ્યો છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો