Last Updated on March 30, 2021 by
ચૂંટણી ટાણે નેતાઓ ખબર નહીં પોતાની ભાષા પર કેમ લગામ લગાવી શકતા નથી. નેતાઓ મોં ફાટ બોલવામાં જરાં પણ અચકાતા નથી હોતા. ત્યારે હવે વધુ એક નેતાએ પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરતા ભાષા પરથી લગામ ગુમાવી છે. કેરલના પૂર્વ સાંસદ જોયસ જોર્જે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડથી સાંસદ રાહુલ ગાંધી પર વાંધાજનક ટિપ્પણી કરી છે. આ નેતાએ કહ્યુ હતું કે, રાહુલ ગાંધી ફક્ત છોકરીઓની કોલેજમાં જ જાય છે. જોયસ અહીંથી અટક્યા નહોતા, તેમણે આગળ કહ્યુ હતું કે, છોકરીઓએ રાહુલ ગાંધીથી બચીને રહેવુ જોઈએ. કારણ કે, તેમના લગ્ન નથી થયાં.
જોયસ કેરલ વિધાનસભામાં થઈ રહેલી ચૂંટણીને ધ્યાને રાખીને સીપીઆઈ(એમ) નેતા એમએમ મણિના સમર્થનમાં જાહેરસભા કરી રહ્યા હતા. જોયસના આ નિવેદન બાદ સંગ્રામ છેડાઈ ગયો છે અને કોંગ્રેસ પાર્ટીએ ચૂંટણી પંચમાં ફરિયાદ કરવાની તૈયારી કરી લીધી છે.
We condemn this misogynistic comment by Joyce George.
— Congress Kerala (@INCKerala) March 30, 2021
It’s clear @cpimspeak is feeling the heat of losing elections https://t.co/IZWlV4j0xQ
જોયસે કહ્યુ હતું કે, રાહુલ ગાંધીનું ચૂંટણી અભિયાન એ છે કે, તેઓ છોકરીઓની કોલેજમાં જ જશે, ત્યાં જઈને છોકરીઓને નમવાનું શિખવશે. મારા પ્યારા વિદ્યાર્થીઓ તેમની સામે ઝૂકશો નહીં. ફક્ત સીધા ઉભા રહો. તે પરણેલા નથી.
આપને જણાવી દઈએ કે, જોર્જ કેરલના ઈડુક્કીથી અપક્ષ સાંસદ રહી ચુક્યા છે. કેરલના મંત્રી એમએમ મણિ પણ તે મંચ પર હાજર રહ્યા હતા, જ્યારે જોર્જે આ પ્રકારનું વાંધાજનક નિવદેન આપ્યુ. આ પ્રકારનું નિવેદન સાંભળીને તેઓ પણ હસતા દેખાયા હતા.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31