Last Updated on March 5, 2021 by
કોંગ્રેસે પેટ્રોલ ડિઝલ અને રસોઈ ગેસની વધતી કિંમતો વિરુદ્ધ સોશ્યલ મીડિયા પર અભિયાન ચાલુ કર્યું છે. તે હેઠળ પાર્ટી નેતા રાહુલ ગાંધીએ લોકોને કોંગ્રેસના #SpeakUpAgainstPriceRise કેમ્પેઈનમાં જોડાઈને મોંઘવારી વિરુદ્ધ અવાજ ઉઠાવવા માટે અપીલ કરી છે. રાહુલગાંધીએ શુક્રવારે ટ્વિટ કરીને કહ્યું કે, મોંઘવારી એક અભિશાપ છે. કેન્દ્ર સરકાર ફક્ત ટેક્સ કમાવવા માટે લોકોને મોંઘવારીના ઊંડા કૂવામાં ધકેલી રહી છે. દેશના વિનાશ વિરુદ્ધ તમારો અવાજ ઉઠાવો.
રાહુલ ગાંધીએ મોંઘવારીના મુદ્દે કેન્દ્ર સરકારને ભીંસમાં લીધી
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ મોંઘવારીના મુદ્દે કેન્દ્ર સરકારને ભીંસમાં લીધી છે અને સોશિયલ મીડિયા પર તેની સામે અવાજ ઉઠાવવા માટે અભિયાન શરુ કર્યુ છે. દેશમાં પેટ્રોલ ડિઝલના ભાવ વધવાની સાથે સાથે તમામ વસ્તુઓના ભાવ વધી રહ્યા છે. કોરોનાના કારણે આર્થિક મંદી અને બીજી તરફ મોંઘવારીની વચ્ચે લોકો પિસાઈ રહ્યા છે ત્યારે રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, લોકોએ હવે ભેગા મળીને મોંઘવારી સામે અવાજ ઉઠાવવાની જરુર છે.
अंधी महँगाई 3 कारणों से असहनीय है-
— Rahul Gandhi (@RahulGandhi) March 5, 2021
1. अंतरराष्ट्रीय बाज़ार में कच्चे तेल के गिरते दाम।
2. केंद्र सरकार के द्वारा टैक्स के नाम पर डकैती।
3. इस डकैती से 2-3 उद्योगपतियों का मुनाफ़ा।
पूरा देश इसके ख़िलाफ़ एकजुट है- सरकार को सुनना ही होगा! #SpeakUpAgainstPriceRise pic.twitter.com/Avz6I1CwZi
માત્ર ટેક્સની રકમ મેળવવા માટે લોકોને મોંઘવારીના કળણમાં ધકેલી રહી
રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, મોંઘવારી એક અભિશાપ છે. કેન્દ્ર સરકાર માત્ર ટેક્સની રકમ મેળવવા માટે લોકોને મોંઘવારીના કળણમાં ધકેલી રહી છે. દેશ વિનાશ તરફ આગળ વધી રહ્યો છે ત્યારે લોકોએ તેની સામે અવાજ ઉઠાવવો જરુરી છે.
મોદી સરકારે જે પણ પગલા ભર્યા છે તેના કારણે સરવાળે લોકોના ખિસ્સા ખાલી થયા
રાહુલ ગાંધીએ આ અભિયાન શરુ કર્યા બાદ કોંગ્રેસના નેતા શશિ થરુરે કહ્યુ હતુ કે, મોદી સરકારે જે પણ પગલા ભર્યા છે તેના કારણે સરવાળે લોકોના ખિસ્સા ખાલી થયા છે પણ હવે લોકો સહન નહીં કરે અને અવાજ ઉઠાવશે. કોંગ્રેસના બીજા નેતાઓ પણ આ મુદ્દે હવે પોતાના પ્રત્યાઘાત આપી રહ્યા છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31