GSTV
Gujarat Government Advertisement

રાહુલ ગાંધીના ચાબખા: આપણે તો અંગ્રેજોને પણ પાછા મોકલ્યા તો પછી નરેન્દ્ર મોદી કોણ છે ? તેમને પણ નાગપુર મોકલી દઈશું

Last Updated on February 28, 2021 by

વિધાનસભા ચૂંટણીઓની જાહેરાત બાદ આજે તામિલનાડૂના પ્રવાસે પહોંચેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ફરી એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે કેન્દ્રમાં ભાજપના શાસન દરમિયાન અમીરો અને ગરીબો વચ્ચેનું અંતર ઘણું વધી ગયું છે.

તામિલનાડુના તિરુનેલવેલી વિસ્તારમાં શિક્ષકો સાથેના સંવાદમાં રાહુલ ગંધીએ કહ્યું કે ‘અપણે એક એવા શત્રુ સામે લડી રહ્યા છીએ કે જે પોતાના વિરોધીઓને કચડી રહ્યા છે. પરંતુ આ પહેલા આપણે આમાથી પણ વધારે શક્તિશાળી દુશ્મનને હરાવી ચુક્યા છીએ. અંગ્રજો નરેન્દ્ર મોદી કરતા અનેક ગણા વધારે શક્તિશાળી હતા. બ્રિટીશ હુકુમતની તુલનામાં આ મોદી શું ચીજ છે ? આ દેશના લોકોએ અંગ્રેજોને પરત તેમના દેશ મોકલી દીધા છે. તે જ રીતે આપણે આમને પણ નાગપુર મોકલી આપીશું. આપણે આ કામ કોઇ પ્રકારની ઘૃણા, ક્રોધ અને હિંસા વગર કરીશું. તેમને આપણા સાથે જે કરવું હોય તે કરે. આપણને ગાળો આપે, મારે અથવા તો મોં પર થૂંકે પરંતુ આપણે તેમના જેવો વ્યવાહર નહીં કરે.’

તો આ તરફ રાહુલ ગાંધીએ તૂતીકોરિનમાં મીઠુ પકવતા અગરિયા સાથે પણ વાત કરી. એક મહિલાએ તેમની પાસે વર્ષના એ ચાર મહિના માટે સહાય માંગી જ્યારે તેમની પાસે કામ નથી હોતું. તેમની વાત પર રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ પાસે આ બધા મુદ્દાઓ પર કામ કરવાનો વિચાર છે. તેમણે કહ્યું કે દેશના દરેક ગરીબ પરિવાર માટે ન્યૂનતમ આવક (ન્યાય યોજના)નો ઉદ્દેશ અમીર ગરીબ વચ્ચોનું અંતર ઓછુ કરવાનો છે.  સાથે જ જે અવધિમાં મજૂરો પાસે કામ ના હોય ત્યારે તેમને મદદ કરવામનો છે.

લોકોને ગરીબીથી બહાર લાવવા માટે દર વર્ષે 72000 રુપિયા મળત, ભલે તેમનું રાજ્ય, ધર્મ અને ભાષા કોઇ પણ હોય. જ્યારે કોંગ્રેસ પારટી કેન્દ્રમાં સત્તામાં આવશે ત્યારે તેઓ આ યોજનાને લાગુ કરશે. સાથે જ રાહુલ ગાંધીએ સંપૂર્ણ દારુબંધીને પણ સમર્થન આપ્યું.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો