Last Updated on March 16, 2021 by
સરકારી બેંકોને ખાનગી ક્ષેત્રોને સોંપવાના સરકારના નિર્ણયના વિરોધમાં જાહેર ક્ષેત્રની બેંકોના કર્મચારીઓ બે દિવસની રાષ્ટ્રવ્યાપી હડતાળ પર છે. આજે હડતાળનો બીજો દિવસ છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષના બજેટમાં સરકારે જાહેરાત કરી છે કે તે બે સરકારી બેંક અને એક વીમા કંપનીનું ખાનગીકરણ કરી નાંખશે.
રાહુલ ગાંધીએ કર્યું બેંક હડતાળનું સમર્થન
ત્યારબાદથી જ સરકારી બેંકોના કર્મચારીઓના વિવિધ યુનિયન દ્વારા આ વાતનો વિરોધ થઇ રહ્યો છે. બેંકોની હડતાળના કારણે લોકોને ભારે નુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે. ત્યારે આ બધા વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ બેંક હડતાળનું સમર્થન કરીને મોદી સરકાર પર નિશાન સાધ્યું છે.
મોદી સરકાર પર આકરા પ્રહારો
રાહુલ ગાંઘી સતત એવો આરોપ લગાવી રહ્યા છે કે વડાપ્રધાન તેમના ઉદ્યોગપતિ મિત્રોને ફાયદો પહોંચાડવા માટે સરકારી સંપતિનું ખાનગીકરણ કરી રહ્યા છે. ત્યારે ફરી એક વખત તેમણે બેંકોને લઇને પણ આવી જ વાત કરી છે. સરકારી બેંકોને પૂંજીપતિઓના હાથમાં આપવાનો આરોપ લગાવ્યો છે.
ટ્વિટ કરી ઘેરાવ કર્યો
રાહુલ ગાંધીએ એક ટ્વિટ કરીને પોતાની વાત કરી છે. તેમણે ટ્વિટની અંદર લખ્યું છે કે ‘કેન્દ્ર સરકાર ફાયદાનું ખાનગીકરણ કરે છે અને નુકસાનનું રાષ્ટ્રીયકરણ કરે છે. સાર્વજનિક ક્ષેત્રની બેંકોને પૂંજીપતિઓના હાથમાં વેચવી તે ભારતની આર્થિક સુરક્ષા માટે જોખમી છે.’
ઉલ્લેખનીય છે કે સરકારી બેંકોની હડતાળની કારણે બેંકિંગના કામકાજ પ્રભાવિત થયા છે. હડતાળના કારણે સાર્વજનિક ક્ષેત્રોની બેંકમાં કેશ, જમા, ચેક સહિતની સેવાઓ પ્રાભાવિત થઇ છે. બે દિવસની આ હડતાળમાં 10 લાખ જેટલા કર્મચારીઓ અને અધિકારીઓ જોડાયા છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31