Last Updated on March 21, 2021 by
વર્લ્ડ ચેમ્પિયન અને ઓલિમ્પિક સિલ્વર મેડલિસ્ટ પીવી સિંધુનો ઓલ ઈંગ્લેન્ડ બેડમિટન સ્પર્ધાની સેમિ ફાઇનલમાં પરાજય થયો છે. થાઈલેન્ડની વિશ્વની ૧૧મી ક્રમાંકિત ચોચુવોંગે પી.વી. સિંધુને ૨૧-૧૭, ૨૧-૯થી હરાવી હતી. ૪૩ મીનીટ ચાલેલી આ મેચમાં ચોચુવોંગેની આક્રમત રમત, પાવર અને પ્લેસમેન્ટ સામે આજે પી.વી. સિંધુ ઝાંખી લાગતી હતી.
સિંધુએ પણ પરાજ્ય બાદ કબૂલ્યું હતું કે ”આજે ચોચુવોંગનો દિવસ હતો. તેના બધાં જ શોટ લાઇનમાં રહ્યા હતા. મારા પરાજ્ય માટે અનફોર્ડ એરર્સ પણ એટલી જ જવાબદાર હતી. હું આજે કંઈ પ્રતિકાર કરી શકું તેવી રમત બહાર નહોતી લાવી શકી.”
સિંધુએ ક્વાર્ટર ફાઈનલમાં યામાગુચીને ૧૬-૨૧, ૨૧-૧૬, ૨૧-૧૯થી પરાજય આપીને આગેકૂચ કરી હતી. ૨૦૧૮ની ઓલ ઈંગ્લેન્ડ બેડમિંટન ચેમ્પિયનશીપની સેમીફાઈનલમાં પણ વર્લ્ડ નંબર સાત પી.વી. સિંધુનો પરાજ્ય થયો હતો. સિંધુ આ મેચમાં ઉતરતા અગાઉ ચોચુંવોંગ સામે ૪-૧ની સરસાઈ ધરાવતી હતી તેથી આ મેચની હારથી તે વધુ નિરાશ થઈ હશે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31