Last Updated on February 24, 2021 by
ખ્યાતનામ પંજાબી સિંગર સરદૂર સિકંદરનું 60 વર્ષની ઉંમરે નિધન થયુ છે. તેમને ગત અઠવાડીયે કિડનીમાં આવેલી મુશ્કેલીઓના કારણે મોહાલીની હોસ્પિટલમાં ભરતી કરાવ્યા હતા. તેમનું કિડની ઓપરેશન પણ સફળ રહ્યુ હતું. જો કે, તેઓ કોરોના વાયરસની ચપેટમાં આવી ગયા હતા. બુધવારના રોજ સરદૂલ સિકંદરે અંતિમ શ્વાસ લીધા હતા. સરદૂલ પંજાબી સંગીત દુનિયાનું સૌથી મોટુ નામ હતું. તેમના નિધનના સમાચાર આવ્યા બાદ પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે પણ દુ:ખ વ્યક્ત કર્યુ હતું. સાથે જ ફિલ્મી હસ્તીઓમાં કપિલ શર્મા, દલેર મહેંદીએ પણ દુ:ખ વ્યક્ત કર્યુ છે.
સરદૂર સિકંદરના બે દિકરા છે. આલાપ અને સારંગ સિકંદર અને આ બંને દિકરા સંગીતની દુનિયા સાથે જોડાયેલા છે. તેમના નિધન પર દુ:ખ વ્યક્ત કરતા મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે ટ્વિટ કરીને લખ્યુ હતું કે, દિગ્ગજ ગાયક સરદૂલ સિકંદરના નિધનના સમાચાર સાંભળી દુ:ખ થયું. તેમની કોરોનાની સારવાર ચાલી રહી હતી. આજે પંજાબી સંગીત જાણે ગરીબ થઈ ગયું, તેમના પરિવાર પ્રત્યે મારી સહાનુભૂતિ અને સંવેદના છે.
તો વળી કોમેડિયન કપિલ શર્માએ લખ્યુ છે કે, ખૂબ જ દુખદ સમાચાર છે, તેમના ગીત સાંભળીને સામાન્ય માણસ પણ સૂરમાં આવી જતો હતો. હું નસીબવાળો છું કે, પાજી મારી દિકરીની પ્રથમ લોહરી પર મારા ઘરે આવ્યા હતા. અમે બધા ખૂબ જ ખુશ હતાં. પણ ખબર તે મુલાકાત અંતિમ મુલાકાત હતી. આપ બહુ યાદ આવશો. ઈશ્વર આપને પોતાના ચરણોમાં જગ્યા આપે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31