GSTV
Gujarat Government Advertisement

કામના સમાચાર/ આ બેંકમાં સરળતાથી મેળવો 10 લાખની લોન, તમે પણ શરૂ કરી શકો છો વ્યવસાય

લોન

Last Updated on February 25, 2021 by

પંજાબ નેશનલ બેંક મહિલાઓને રાજગાર ઉપલબ્ધ કરાવવા માટે ખાસ સ્કીમ ચલાવી રહી છે. જેમાં મહિલાઓ પણ પોતાના સપના પૂરા કરી શકે છે. PNB મહિલા ઉદ્યમી નિધિ સ્કીમ દ્વારા તે મહિલાઓની આર્થિક મદદ કરવામાં આવી રહી છે જે પોતાનો બિઝનેસ શરૂ કરવા ઈચ્છતી હોય. એવામાં આ સ્કીમ દ્વારા તેમને ઓછા વ્યાજ દર અને ઓછી શરતો સાથે લોન ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ લોન દ્વારા મહિલાઓ પોતાનો બિઝનેસ શરૂ કરી શકે છે.

જે પણ મહિલાઓ માત્ર પૈસાના કારણે પોતાનો બિઝનેશ શરૂ કરાવી શકતી નથી. તે મહિલાઓને આર્થિક સહાયતા આપવામાં આવી રહી છે. જો તમે પણ પોતાનું બિઝનેશ શરૂ કરવા ઈચ્છતા હોય તો તમે પણ આ સ્કીમનો સહારો લઈ શકો છો. સાથે જ અમે તમને જણાવી રહ્યા છીએ કે આખરે આ સ્કીમ દ્વારા ક્યા પ્રકારની યોજના લઈ શકાય છે અને ક્યો પ્રકારના બિઝનેસ માટે આ યોજના લઈ શકો છો. આવો જાણીએ આ સ્કીમ સાથે સંકળાયેલ આ વાત.

 ક્યા કામો માટે લઈ શકાય છે લોન ?

આ સ્કીમ હેઠળ સ્મોલ સ્કેલ સેક્ટરમાં પોતાનો પ્રોજેક્ટ શરૂ કરવા માટે મહિલાઓ બેંકથી નાણાંકિય સહાયતા લઈ શકે છે. મહિલા ઉદ્યમીનો કોઈ બિઝનેસ અથવા ઉદ્યોગમાં મંદી હોય તો તેમાં નાણાંકિય સ્તરે અડચણ આવી રહી છે. તો આ સ્કીમના ફાયદાને લઈને તેને મજબૂત બનાવી શકાય છે. સ્મોલ સ્કેલ ઈન્ડસ્ટ્રીઝ યૂનિટ્સ અને સર્વિસ ઈન્ડસ્ટ્રીયલ અંડરટેકિંગને વિસ્તાર આપવા માટે આ સ્કીમની મદદ લઈ શકાય છે.

ઉદ્યોગો સાથે સંકળાયેલ મોડર્નાઈઝેશન અને અપગ્રેડેશનમાં આ સ્કીમનો ફાયદો લઈ શકાય છે. મહિલા ઉદ્યોગ નિધિ યોજના દ્વારા પ્રદાન કરવામાં આવતા ફંડનો ઉપયોગ મધ્યમ અને નાના વ્યવસાય દ્વારા સર્વિસ, મેન્યુફેક્ચરિંગ અને પ્રોડક્શન સાથે સંકળાયેલ ગતિવિધિઓ માટે કરવામાં આવે છે.

બિઝનેસ

કેટલા રૂપિયા સુધીની લોન મળી શકે છે ?

PNBની આ યોજનાથી મહિલાઓને પોતાનો બિઝનેસ અથવા સ્મોલ બિઝનેસ શરૂ કરવા માટે 10 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકે છે. વર્તમાન પ્રોજેક્ટને અપગ્રેડ અથવા વધારવા માટે ફંડ સપોર્ટનો પણ ઉપયોહ કરી શકાય છે.

ક્યાં સુધી કરવી પડે છે પરત ?

આ યોજના દ્વારા લોન લીધા બાદ તમને 5 થી 10 વર્ષના અંદર આ લોનને પરત કરવી પડે છે. સાથે જ તમને જણાવી દઈએ કે, વ્યાજનો દર સમયે સમયે બદલાતો રહે છે, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે, આ સ્કીમ દ્વારા મળતી લોનમાં વ્યાજનો દર અન્ય લોનના મુકાબલે ઓછો થઈ જાય છે.

કોન લઈ શકે છે લોન?

આ સ્કિમમાં માત્ર મહિલાઓ જ અરજી કરી શકે છે જે નાનો વ્યવસાય શરૂ કરવા અથવા વધારવા ઈચ્છતી હોય. જે મહિલાઓ લોન માટે અપ્લાય કરી રહી છે તેમના વ્યવસાયમાં 51 %થી વધુ માલિકીનો હક હોવો જોઈએ. તમારા પ્રોજેક્ટનો ખર્ચ 10 લાખ રૂપિયાથી વધુ હોવો જોઈએ. સ્વીકૃત લોન અનુસાર, સંબંધિત બેંક દ્વારા પ્રતિ વર્ષ 1 %નો સર્વિસ ટેક્સ લેવામાં આવે છે.

ક્યા પ્રકારનો બિઝનેસ કરી શકાય છે શરૂ ?

આ સ્કીમથી મળતી લોનથી મહિલાઓ ઓટો રિપેરિંગ અને સર્વિસ સેંટર, બ્યૂટી પાર્લર, કેબલ ટીવી નેટવર્ક, કેંટિન અને રેસ્ટોરન્ટ, નર્સરી, સાઈબર કાફે, ડે કેર સેંટર, સલૂન, કૃષિ અને કૃષિ ઉપકરણોની સેવા, સિલાઈ, ટ્રેનિંગ સેંટર જેવા અનેક બિઝનેશ શરૂ કરી શકે છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો