Last Updated on March 25, 2021 by
કહેવાય છે કે ઉપર વાળો જયારે પણ આપે છે દિલ ખોલીને આપે છે. આવું જ થયું છે પંજાબના એક પરિવાર સાથે. ભંગારનું કામ કરતા આ પરિવારની રાતોરાત કિસ્મત ચમકી ગઈ અને પરિવાર બની ગયો કરોડ પતિ. પંજાબના મોગ જિલ્લામાં બાધાપુરાના વિસ્તારમાં ભંગારનું કામ કરતા આ પરિવારની મહિલાને પંજાબ સ્ટેટ ડિયર 100 માસિક લોટરીમાં એક કરોડ રૂપિયાનું પહેલું ઇનામ લાગ્યું છે.
આમ તો પરિવાર છેલ્લા કેટલાંય સમયથી લોટરી લેતો રહ્યો પરંતુ આ વખતે નીકળેલ બંપર ઇનામથી પરિવારમાં ખુશીની લહેર દોડી ગઈ છે. એક સમયે આ પરિવાર પાસે રહેવા માટે વ્યવસ્થિત ઘર પણ ન હતું ત્યાં હવે આ પરિવારને 1 કરોડની લોટરી લાગી ગઈ છે.
લોટરી જીતનાર પરિવારે જણાવ્યું છે કે આ લોટરીના પૈસાથી પોતાના મકાનની જરૂરિયાત અને બાળકોના સારા શિક્ષણની જરૂરિયાત પૂર્ણ કરશે. જે મહિલાને આ લોટરી લાગી છે તેનું નામ આશા રાની છે.
મીડિયા સાથે વાત કરતા આશા રાની, તેમના વેદ પ્રકાશ અને આશા રાનીના નામે લોટરી લેનાર તેમના પુત્રનું નામ હરીશ કુમાર ઉર્ફ લક્કીએ જણાવ્યું કે તેમને સપનામાં પણ કલ્પના ન હતી કે તેમના નામે એક કરોડ રૂપિયાની લોટરી નીકળશે. તેમણે જણાવ્યું કે પરિવારમાં ખુશી છે અને લોટરી માટે ભગવાનનો આભાર માની રહ્યા છે.
તેમણે જણાવ્યું કે તેઓ છેલ્લા ઘણા વર્ષીથી લોટરી ખરીદી રહ્યા છે. લોટરીની આ ટિકિટ તેમને 100 રૂપિયામાં ખરીદી હતી. ત્યારબાદ તેમને એક કરોડ્ડ રૂપિયાનું ઇનામ લાગ્યું હતું. આશા રાનીના પરિવારે જણાવ્યું કે તેમના સંયુક્ત પરિવારને પોતાના ઘરની જરૂરિયાત છે. એટલે આ રૂપિયાથી તેઓ મકાન બનાવશે અને બાળકોના શિક્ષણ પર ખર્ચ કરશે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31