GSTV
Gujarat Government Advertisement

કડકાઈ: પુણેમાં 31 માર્ચ સુધી બંધ કરી દીધી શાળા અને કોલેજો, લગાવી દીધુ નાઈટ કર્ફ્યૂ, આવી રીતે યોજાશે બોર્ડ પરીક્ષાઓ

Last Updated on March 12, 2021 by

મહારાષ્ટ્રના પુણેમાં કોરોનાના વધતા કેસોને ધ્યાને રાખીને 31 માર્ચ 2021 સુધી શાળા, કોલેજ અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારે આ અંગે જાણકારી આપી છે. આ અગાઉ પુણેમાં અધિકારીઓએ 14 માર્ચ સુધી શહેરની શાળાઓ અને કોલેજોને બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. પણ મહારાષ્ટ્રમાં સતત કોરોનાની સ્થિતી બગડી રહી છે. જેના કારણે સ્કૂલો અને કોલેજો બંધ રાખવાની ફરજ પડી છે.

લાઈબ્રેરીઓ ખુલ્લી રહેશે

કોરોનાના કારણે શાળા અને કોલેજ બંધ રહેશે, પણ યીપીએસસી અને એમપીએસસી માટે લાઈબ્રેરીઓ ખુલી રહેશે. અધિકારીએ જણાવ્યુ છે કે, MPSC-UPSC કોચિંગ સેન્ટર અને લાઈબ્રેરી 50 ટકા ક્ષમતા સાથે ખુલ્લી રહેશે.

ઓનલાઈન ક્લાસ દ્વારા અભ્યાસ

પુણેમાં શાળાઓ બંધ કરીને હાલમાં તમામ ધોરણના વિદ્યાર્થીઓને ઓનલાઈન ક્લાસિસ આપવામાં આવી રહ્યા છે. માર્ચ 2020માં પુણેની સ્કૂલો બંધ કરી દેવામાં આવી હતી અને ત્યારથી શારીરિક રીતે શાળાઓ બંધ છે.

ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ યોજાશે

મહારાષ્ટ્રના શાળાકીય શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડે એવું પણ કહ્યુ હતું કે, ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા રદ નહીં થાય અને નિશ્ચિત સમયે જ આયોજિત કરવામાં આવશે. બંને ધોરણ માટે પરીક્ષા ઓનલાઈન આયોજીત કરવામાં આવશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો