Last Updated on March 27, 2021 by
ભારત જેવા દેશમાં પાન ખાનારાઓ દેશના દરેક ખૂણે તમને મળી જશે. પાનનો ઉપયોગ ભારતીય સંસ્કૃતિમાં પૂજા પાઠ અને કેટલાય માંગલિક પ્રસંગોમાં પણ થતાં હોય છે. ત્યારે આવા સમયે લોકડાઉનના માહોલમાં દુકાનો બંધ થઈ જતાં પાન રસિયાઓને પાન મળવા મુશ્કેલ થઈ પડતા હોય છે. જો કે, પુણેમાં પાનના શોખિનોને હવે 24 કલાક પાન મળતા રહેશે. અહીં પાન માટે ઓટોમેટિક મશીન લગાવામાં આવ્યુ છે.
બારકોડ સ્કૈન કરવાથી ફોન પર આવી જશે પાનનું લિસ્ટ
આ પાન ATMને ‘શૌકિન’ નામની દુકાન પર લગાવામાં આવ્યુ છે. દુકાનના માલિકનું કહેવુ છે કે, આ ભારતનું પ્રથમ ઓટોમેટિક પાન ડિસ્પેંસર છે. આ મશીનથી મનપસંદ પાન કાઢવા માટે મશીન પર બારકોડ સ્કૈન કરવાથી ફોન પર પાનનું લિસ્ટ આવી જશે. ત્યાર બાદ ઓનલાઈન પેમેન્ટ કર્યા બાદ એક નાના બોક્સમાં પૈક કરેલું પાન બહાર આવશે. અહીં ચોકલેટ, મેંગો, આઈરિશ ક્રિમ, ડ્રાઈ ફ્રૂટ, મસાલા ફ્લેવર પાન મળી રહેશે.
3થી 4 લાખ રૂપિયામાં બનાવ્યું છે આ મશીન
શૌકીન દુકાનના માલિક શરદ મોરેએ પાનના એટીએમ મશીન માટે 3થી 4 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે. પણ સફળતા મળી નહીં. કોરોના મહામારી દરમિયાન મશીન પર કામ કર્યા બાદ આ એટીએમ મશીન તૈયાર થયું. શરદ મોરેનો દાવો છે કે, તેણે આ પાનના મશીન માટેનું એટીએમની પેંટેટ અને કોપીરાઈટ મેળવેલા છે. હવે તે કેટલીય જગ્યા પર લગાવાનું વિચારી રહ્યા છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31