Last Updated on March 7, 2021 by
જો તમે એવું વિચારી રહ્યાં છો કે, આ વખતે PUBG મોબાઇલ ગેમ ભારતમાં ફરીથી લોન્ચ થવા જઇ રહી છે તો આ સમાચાર ખાસ આપની માટે જ છે. એવું માનવામાં આવી રહ્યું હતું કે, PUBG મોબાઇલ ભારતમાં ડિસેમ્બર 2020 અથવા તો જાન્યુઆરી 2021ની શરૂઆતમાં ફરી વાર આવી શકે છે. ત્યારે હવે આ રાહ હજુ પણ લંબાઇ શકે છે કારણ કે, સાઉથ કોરિયાની કંપની Krafton અનુસાર, ભારતમાં તેના ફરીથી લોન્ચ થવાને લઇને હજુ કંઇ ખાસ કહેવામાં નથી આવ્યું. આ સાથે જ હજુ તાજેતરમાં જ લોન્ચ થયેલ PUBG : New state પણ ભારતમાં નહીં આવે. એક ન્યુઝના અહેવાલ અનુસાર, ભારતમાં PUBG ગેમ લવર્સ હજી પણ PUBG : New state માટે રજિસ્ટ્રેશન નહીં કરાવી શકે.
ભારતમાં PUBG ના રીલોન્ચને લઇને હજુ કંઇ પણ કહી ન શકાય
Krafton કંપનીનું કહેવું છે કે, ભારતમાં PUBG ના રીલોન્ચને લઇને હજુ કંઇ પણ કહી ન શકાય કે જ્યાં સુધી ભારત સરકાર આમાં સંપૂર્ણ રીતે પોતાની મંજૂરી ના આપી દે. Krafton કંપનીએ PUBG ગેમ લવર્સ માટે આના રી લોન્ચને લઇને આશા તો દર્શાવી છે પરંતુ આ સાથે એ પણ ખાસ જોવાનું રહેશે કે ભારતમાં લાંબા સમયથી તેની રાહ જોઇ રહેલા ગેમ લવર્સમાં શું એ જ ઉત્સુકતા જોવા મળશે.
PUBG મોબાઇલે પોતાની પાર્ટનરશિપને ચીનની કંપની Tencent Games થી હટાવી દીધી છે. જેનાથી આ ગેમ પે લાગેલ ચીની ટેગ હટાવી શકાય. Krafton સાઉથ કોરિયાની એક વીડિયો ગેમ બનાવનારી કંપની છે કે, જે PUBG ગેમ્સને ચલાવે છે. PUBG મોબાઇલે ભારતમાં મિનિસ્ટ્રી ઑફ કોર્પોરેટ અફેર્સ સાથે મળેલ એપ્રુવલ બાદ PUBG ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ બનાવી છે. ભારતમાં બનેલી આ કંપની હવે મિનિસ્ટ્રીની વેબસાઇટ પર કોર્પોરેટ આઇડેંડિટી નંબર (CIN) નબર સાથે રજિસ્ટર્ડ છે, જેની હેડ ઓફિસ બેંગલુરુમાં છે.
PUBG મોબાઇલ ઇન્ડિયા ગેમ રમવા હજુ રાહ જોવી પડશે.
તેનું નવું વર્ઝન ભારતીય બજાર માટે ખાસ તૈયાર કરવામાં આવ્યું છે કે જેને PUBG મોબાઇલ ઇન્ડિયા નામ આપવામાં આવ્યું છે. તેનું નવું વર્ઝન એક વર્ચ્યુઅલ સિમુલેશન ટ્રેનિંગ ગ્રાઉન્ડની જેમ જ સેટ કરવામાં આવ્યું છે જેમાં નવા કેરેક્ટર પહેલેથી જ ડ્રેસમાં હશે અને તેમાં ગ્રીન હિટ ઇફેક્ટ આપવામાં આવી છે કે જે આ ગેમના વર્ચ્યુઅલ નેચરને જુએ છે. તેમાં ગેમ રમવાની એક સમય સીમા પણ નિર્ધારિત કરવામાં આવી છે. PUBG મોબાઇલ ઇન્ડિયા ગેમ રમવા માટે હજુ તમારે થોડી ઘણી રાહ જોવી પડશે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31