Last Updated on March 23, 2021 by
સરકારે પ્રોવિડન્ટ ફંડને લઈને મોટી જાહેરાત કરી છે. હવે પીએફ એકાઉન્ટમાં પાંચ લાખ રૂપિયા સુધી જમા થયેલી રકમને ટેક્સ ફ્રી કરવામાં આવી છે. 1 ફેબ્રુઆરી 2021ના રોજ નાણામંત્રી નિર્મલા સિતારમણે બજેટ રજૂ કરતા કહ્યું હતું કે, પીએફ એકાઉન્ટમાં 2.5 લાખ સુધી જ ટેક્સ ફ્રી રહેશે. તેનાથી આગળ જમા થનારી એડીશનલ રકમ ઉપર વ્યાજની રકમ ઈનકમ ટેક્સમાં સમાવેશ થશે. હવે આ લિમિટને બમણો કરી દીધો છે. હવે પીએફ એકાઉન્ટમાં એક વર્ષમાં પાંચલાખ સુધી જમા કરવા ઉપર વ્યાજની રકમ સંપૂર્ણ ટેક્સ ફ્રી રહેશે.
આ નિયમ ત્યાં જ લાગુ થશે જ્યાં નોકરીયાતો તરફથી રીટાયરમેન્ટ ફંડમાં કોઈ યોગદાન નથી કરવામાં આવતું. ફાઈનાન્સ બિલ આજે લોકસભામાં પાસ થયું. આ બિલ ઉપર ચર્ચા દરમયાન નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં ફ્રી લિમિટને 2.5 લાખથઈ વધારીને 5 લાખ સુધી કરવાની જાહેરાત કરી છે. ફાઈનાન્સ બિલને લોકસભામાં મંજૂરી મળ્યાની સાથે જ 1 ફેબ્રુઆરીમાં બજેટમાં થયેલી જાહેરાત ઉપર મંજૂરી આપવામાં આવી હતી. બજેટની જાહેરાત નાણાકીય વર્ષ 2021-22 માટે કરવામાં આવી છે. નાણામંત્રીએ એક વખથ ફરીથી કહ્યું હતું કે, પીએફના વ્યાજની રકમને ટેક્સેબલ બનાવવાની અસર માત્ર એક ટકા ઉપર જ થશે.
સરકાર ચર્ચા માટે તૈયાર
આજે એક વખત ફરી પેટ્રોલ-ડીઝલને જીએસટી હેઠળ લાવવાની માગ ઉઠી હતી. જો કે ફાઈનાન્સ બિલ રજૂ કરતા સમયે વિપક્ષી નેતાઓએ પેટ્રોલ અને ડીઝલના કમરતોડ ભાવનો મુદ્દો ઉઠાવ્યો હતો અને તેને જીએસટી હેઠળ લાવવાની વાત કરી હતી. તેના ઉપર નાણામંત્રીએ કહ્યું કે, સરકાર પેટ્રોલ-ડીઝલને જીએસટી હેઠળ લાવવા ઉપર ચર્ચા માટે તૈયાર છે.
બંને સરકારો ટેક્સ લગાવે છે
સીતારમણે કહ્યું હતું કે, પેટ્રોલ અને ડીઝલ ઉપર કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને ટેક્સ લગાવે છે. જો પેટ્રોલ-ડીઝલ ઉપર લાગનારા ટેક્સને લઈને ચિંતા છે તો હું કહેવા માંગીશ કે તમામ રાજ્યો તેના ઉપર ચર્ચાને જોઈ રહ્યાં હશે. તેવામાં જીએસટી કાઉન્સીલની આગામી બેઠક થશે તો રાજ્યોની મદદથી આ મુદ્દાને એજન્ડામાં સમાવેશ કરવામાં આવશે અને પછી તેના ઉપર ગંભીર ચર્ચા થશે.
જીએસટી બાદ કેટલી થઈ જશે કિંમત
જો જીએસટીની વાત કરીએ તો તેમાં ઘણા સ્લેબ છે. જેના આધાર ઉપર ટેક્સ વસુલવામાં આવે છે. જો પેટ્રોલની કિંમતો ઉપર સૌથી મોટો સ્લેબ એટલે કે 28 ટકાવાળો સ્લેબ પણ લગાવવામાં આવે તો પેટ્રોલની કિંમતો ઘણી રીતે ઓછી થઈ જશે. તેવામાં ટેક્સ આપ્યા બાદ તમને પેટ્રોલની કિંમત ઘણી ઓછી ચુકવવાની રહેશે.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31