GSTV
Gujarat Government Advertisement

બૉલિવૂડમાં કોરોનાનો પરગપેસારો / ફિલ્મ નિર્માતા રમેશ તોરાની અને આર. માધવન આવ્યા કોરોનાની ઝપેટમાં, સોશિયલ મીડિયા પર શેર કરી પોસ્ટ

Last Updated on March 26, 2021 by

રમેશ તોરાનીએ જણાવ્યું હતુ કે, મેં વેક્સિનનો પ્રથમ ડોઝ લઇ લીધો છે. આ પછી પણ મારામાં કોરોનાના લક્ષણ જોવા મળ્યા હતા. જેની સૂચના મેં મૃહદ મુંબઇ પાલિકાને આપી દીધી છે. હું કોવિડ-૧૯ને લગતી દરેક સૂચનાઓનું પાલન કરી રહ્યો છું. તેમજ ડોકટરની સલાહ અનુસાર દવાઓ પણ લઇ રહ્યો છું. તો બીજી બાદુ આર માધવન પણ કોરોના પોઝિટિવ આવ્યા છે.

તેમણે વધુમાં શેર કર્યું છે કે, ગયા બે એઠવાડિયાઓમાં જેઓ મારા સંપર્કમાં આવ્યા હોય તેમણે પોતાની તપાસ કરાવી લેવી. મેં કોરોનાની રસીનો પહેલો ડોઝ લઇ લીધો છે, તેથી મને વધુ તકલીફ નહીં થાય. લોકોને એટલી જ વિનંતી કે માસ્ક પહેરો અને સુરક્ષિત રહો.

આમિર ખાન કોરોનાગ્રસ્ત થયા પછી, થ્રી ઇડિયટસમાં તેમના કો-સ્ટાર રહેલા આર માધવન પણ કોરોનાના સપાટામાં આવ્યો છે. તેણે આ જાણકારી ગુરુવારે સોશિયલ મીડિયા પર આપી હતી. સાથે તેણે થ્રી ઇડિયટસની એક રમૂજી તસવીર પણ શેર કરી છે.

માધવને તેની પોસ્ટમાં આમિર સાથેની તસવીર સાથે શેર કર્યું છે કે, ફરહાનએ રેંચોનો ફોલો કરવો જ પડે એમ હતો. અને હંમેશાની માફક વાયરસ અમારી પાછળ હોય જ છે. હા, પણ હું નથી ઇચ્છતો કે થ્રી ઇડિયટસનું ત્રીજુ પાત્ર રાજુ કોરોનાના સપાટામાં આવે.ઉલ્લેખનીય છે કે, રાજુનું પાત્ર શરમન જોશી એ ભજવ્યું હતું.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો