Last Updated on March 7, 2021 by
કૃષિ કાયદાના વિરોધમાં 100 દિવસ બાદ પણ ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. આ સમયે કોંગ્રેસ જનરલ સેક્રેટરી અને ઉત્તર પ્રદેશ પ્રભારી પ્રિયંકા ગાંધી આજે ચોથીવાર પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં પહોંચ્યા હતા. સરધના વિધાનસભાના કૈલી ગામમાં આયોજીત ખેડૂતોની મહાપંચાયતમાં પ્રિયંકા ટ્રેક્ટર પર બેસી ઘટના સ્થળે પહોંચ્યા હતા.
મહાપંચાયતને કર્યું સંબોધન
પ્રિયંકાએ મહાપંચાયતને સંબોધિત કરતા કહ્યું કે,‘આ મેરઠની ધરતી પરથી જ સ્વતંત્રતા સંગ્રામનો પ્રથમ વિદ્રોહ શરૂ થયો હતો. આઝાદીની તે લડાઈમાં ખેડૂતો સામેલ હતા. અંગ્રેસ શાસનમાં ખેડૂતોને ત્રાસ આપવામાં આવતો, ભાજપ સરકાર પણ ખેડૂતોનું શોષણ કરી રહી છે. કાયદા એવા છે કે તમને સરખી કમાણી પણ નહીં થઈ શકે. આ કૃષિ કાયદાઓ ઉદ્યોગપતિઓને જ લાભ થશે.’
મોદી સરકાર પર આકરા પ્રહારો
વડાપ્રધાન મોદી પર પ્રહાર કરતા પ્રિયંકાએ કહ્યું,‘વડાપ્રધાને ખેડૂતોને માન આપવું જોઈએ કે નહીં. પરંતુ પાણી બંધ કરાયું, વિજળી કાપવામા આવી. વડાપ્રધાન અમેરિકા, પાકિસ્તાન, ચીન ફરીને આવ્યા પણ દિલ્હી સરહદે નથી જતા. તેમની સરકાર મોટા ઉદ્યોગપતિઓ ચલાવી રહ્યાં છે. તેમના માત્ર 2 મિત્રો છે. વિજળીની કિંમતો વધી, પેટ્રોલ-ડિઝલના ભાવ વધ્યા. દરેક તરફથી તમારી પર પ્રહાર કરવામા આવી રહ્યો છે. જે પરિસ્થિતિ સરકારે તમારી બનાવી છે એ સ્થિતિ તમે સરકારની બનાવજો.’
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31