GSTV
Gujarat Government Advertisement

ઓસ્કાર નોમિનેશનમાં પ્રિયંકાનો વટ પડ્યો: કાંડામાં પહેરી છે 32 લાખની ઘડિયાળ, ડ્રેસની કિંમત જાણીને પણ આંચકો લાગશે

Last Updated on March 16, 2021 by

બોલીવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા અને તેના પતિ નિક જોનાસ દ્વારા સોમવારે કુલ 23 કેટેગરીમાં 93માં ઓસ્કાર એવોર્ડની જાહેરાત કરી. પ્રિયંકાએ ઈંસ્ટાગ્રામ પર પોતાના કેટલાક ફોટો શેર કર્યા. જેમાં તે ઓસ્કારની એક વિશાળકાય ટ્રોફી પોતાના પતિની મદદથી ઉઠાવીને લઈ જવાના પ્રયાસો કરતી દેખાઈ.

ડિઝાઈનર મીડીની કિંમત છે 1 લાખ 70 હજાર રૂપિયા

ઓસ્કાર એવોર્ડમાં પ્રિયંકા ડાર્ક બ્લૂ કલરની ડિઝાઈનર મીડી ડ્રેસમાં જોવા મળી. જે લગભગ 1.7 લાખ રૂપિયાની છે. જ્યારે તેના પતિ નિક જોનાસે ગોલ્ડન રંગના શૂપ પેન્ટ અને વ્હાઈટ શર્ટમાં હતો.

પ્રિયંકાની આ ઘડિયાળની કિંમત લગભગ 32 લાખ 47 હજાર રૂપિયા

ઓસ્કાર એવોર્ડમાં આ ફોટોમાં એક જે વસ્તુ ચર્ચમાં રહી છે તે છે પ્રિયંકાની ઘડિયાળ. પ્રિયંકા ચોપરાએ પોતાના કાંડા પર એક ડિઝાઈનર ઘડિયાળ પહેરી હતી જેમાં ડ્રેસના મેચિંગ બ્લૂ રંગની સ્ટ્રાઈપ હતી. પ્રિયંકાએ BVLGARI DIVA ની ડ્રીમ વોચ પોતાના કાંડા પર પહેરી હતી. જેની સોશ્યલ મીડિયા પર હર કોઈ પ્રશંસા કરતા જોવા મળ્યા. ઈ કોમર્સ પોર્ટલ પર પ્રિયંકાની આ ઘડિયાળની કિંમત લગભગ 32 લાખ 47 હજાર રૂપિયા છે.

18 કેરેટ ગોલ્ડનું કેસિંગ ડાયમંડથી સજાવ્યું

તમારા મનમાં એ સવાલ પણ સ્વાભાવિક રીતે થાય કે આખરે આ ઘડિયાળની કિંમત આટલી બધી કેમ છે. જણાવી દઈએ કે આ ઘડિયાળ 18 કેરેટ ગોલ્ડ કેસ અને આકર્ષક રીતે પસંદ કરેલા હીરાથી સજાવેલી છે. ખૂબસૂરત નીલા રંગના ડાયમંડ અને ડિપ ડિઝાઈનિંગ સાથે દરેક જગ્યાએ હીરા લગાવ્યા છે. અને તેના બ્લ્લૂય સ્ટ્રાઈપ પર એક નીલા રંગનું એલિગેટર બનાવ્યું છે.

54 હજાર રૂપિયાના પહેર્યા હતા જૂતા

એટલું જ નહીં ઓસ્કાર એવોર્ડમાં પ્રિયંકાએ પિંક રંગની જે હિલ્સ પહેરી હતી તેની કિંમત પણ 54 હજાર રૂપિયા છે. કેટ પંપનો ગુલાબી શેડવાળી આ ખૂબ સુંદરફૂટવેર છે. પ્રિયંકાએ આ ફોટો સોશ્યલ મીડિયામાં શેર કરતાં લખ્યું કે એસે યા ફિર વૈસે… તમામ નોમિનીઝને શુભકામનાઓ, અભિનંદન આ એવોર્ડના ખાસ પ્રસંગે. તમે અમારા પાગલપન ભર્યા સોમવારમાં ફિટ થાઓ છો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો