GSTV
Gujarat Government Advertisement

PHOTO: 19ની ઉંમરમાં કંઈક આવી દેખાતી હતી પ્રિયંકા ચોપડા, વ્હાઈટ બિકિની ટોપ અને માથે લગાવી છે બિંદી

Last Updated on March 26, 2021 by

ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપડા હાલ ખૂબ ચર્ચામાં છે. પહેલા તે ‘અનફિનિશ્ડ’ ને લઈને ચર્ચામાં આવી બાદમાં અમેરિકી ટીવી પ્રિજેંટર ઓપરે વિન્ફ્રેને આપેલા ઈન્ટરવ્યૂને લઈને સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ હતી. ત્યારે હવે તેણે એક એવી તસ્વીર શેર કરી છે, જેના કારણે ફરી એક વાર તે ચર્ચામાં આવી છે. હકીકતમાં જોઈએ તો, પ્રિયંકાએ તેનો 19 વર્ષની ઉંમરનો એક ફોટો શેર કર્યો છે. જેમાં તે બિકિની ટોપમાં દેખાઈ રહી છે.

સોશિયલ મીડિયા પર આ તસ્વીર આવતાની સાથે જ વાયરલ થઈ ગઈ હતી. પ્રિયંકાએ આ થ્રોબેક ફોટો ખૂબ જૂનો છે. આ ફોટોમાં તે 19 વર્ષની દેખાઈ રહી ચે. પ્રિયંકાએ વ્હાઈટ બિકિની ટોપ સાથે પ્લાઝો પહેર્યુ છે. તથા માથા પર તેણે બિંદી પણ લગાવી છે. આ ફોટોને જોઈને આપ પણ વિચારવા લાગશો કે, શું 19ની ઉંમરની પ્રિયંકા ચોપડા આવી દેખાતી હતી. અત્યાર સુધીમાં તેનામાં કેટલો બદલાવ આવ્યો છે.

આપને જણાવી દઈએ કે, આ ફોટોને અત્યાર સુધીમાં 16 લાખથી પણ વધારે લોકોએ પસંદ કર્યો છે. તો વળી ફેન્સ તેની આ તસ્વીર પર ધડાધડ લાઈક અને કમેન્ટ કરી રહ્યા છે. પ્રિયંકાએ આ તસ્વીરમાં એક મોડલની માફક પોઝ આપ્યો છે. લાગે છે કે, આ તેની મોડલિંગના દિવસોની તસ્વીર હશે. પ્રિયંકાનો આ અંદાજ ફેન્સને ખૂબ જ પસંદ આવ્યો છે. જેમાં તેની યુનિક સ્ટાઈલ પણ લોકોને પસંદ આવી રહી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો