Last Updated on March 23, 2021 by
ઉત્તર પ્રદેશના રામપુરમાંથી એક અત્યંત દુ:ખદ ઘટના સામે આવી હતી. જ્યાં એક પતિએ શક કરતા પોતાની જ ગર્ભવતી પત્નીના પ્રાઈવેટ પાર્ટ્સમાં તાંબાના તારથી સીલ મારી દીધુ હતું. ઘાયલ અવસ્થામાં આ મહિલાને હોસ્પિટલમાં ભરતી કરાવામાં આવી હતી. ત્યારે હવે પીડિત મહિલાની હાલતમાં સુધારો થઈ રહ્યો છે, તથા તેને હોસ્પિટલમાંથી રજા પણ આપી દેવામાં આવી છે. જો કે, આ મહિલાનો ગુસ્સો હવે સાતમા આસમાને પહોંચી ગયો છે, તે પોતાના પતિને આકરી સજા અપાવા માગે છે.
પતિને અપાવા માગે છે આવી સજા
મહિલા જણાવે છે કે, તે કોઈ પણ હાલમાં પતિને માફ કરવા માગતી નથી. પીડિતાનું કહેવુ છે કે, તે તેના પતિને આકરામાં આકરી સજા અપાવા માગે છે. તેની સાથે અમાનવીય વ્યવહાર કરવા બદલ આજીવન કારાવાસની સજા અપાવા માગે છે. આ ઉપરાંત તેનો સામાજીક બહિષ્કાર કરી, તેનું હુક્કાપાણી પણ ગામલોકો બંધ કરે, જેથી તે ગામ તો શું પણ ક્યાંય બેસવાને લાયક ન રહે.
મહિલાના પ્રાઈવેટ પાર્ટ્સમાં તાંબાના તારથી સીલ મારી દીધૂ
આપને જણાવી દઈએ કે, બે દિવસ પહેલા રામપુર મિલક વિસ્તારમાં એક પતિએ પોતાની પત્ની પર શકના આધારે અમાનવીય અત્યાચાર ગુજાર્યો હતો. મહિલાના પ્રાઈવેટ પાર્ટ્સમાં તાંબાના તારથી સીલ મારી દીધુ હતું. જે બાદ મહિલાની હાલત અત્યંત ગંભીર થતાં તેને હોસ્પિટલમાં ભરતી કરાવી પડી હતી. ત્યાર બાદ પોલીસે મામલો નોંધી પતિની ધરપકડ કરી હતી.
હું તેને સજા અપાવીને જ રહીશ, મારે ન્યાય જોઈએ
પીડિતાનું કહેવુ છે કે, જો તેને મારા પર શક હોય તો તેને મારી સામે લાવે. હવે હું મારા પતિને ક્યારેય માફ નહીં કરૂ, હાથેપગે લાગીને થાકી ગઈ છું, તેના ચક્કરમાં મેં મારી એક દિકરીને પણ ખોઈ નાખી છે. મારો પતિ મને ગામમાં કોઈની સાથે બોલવા પણ દેતો નહોતો. ફક્ત પોતાના મનનું ધાર્યુ કરતો હતો. હું તો તેને સજા અપાવીને જ રહીશ. મારે ન્યાય જોઈએ.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31