GSTV
Gujarat Government Advertisement

ધીકતી કમાણી/ કોરોનામાં કેન્દ્રના તાગડધિન્ના: મોદી શાસનમાં LPGના ભાવ રૂ. 410થી વધી આટલા થયા, કેરોસીનને પણ ન છોડયું

પેટ્રોલ

Last Updated on March 9, 2021 by

લોકસભામાં ધર્મેન્દ્ર પ્રધાનને પેટ્રોલિયમની કિંમતો અંગે સવાલ પૂછાયો હતો. જવાબમાં ધર્મેન્દ્ર પ્રધાને સ્વીકાર્યું હતું કે રાંધણગેસના ભાવ છેલ્લાં સાત વર્ષમાં બમણાં થઈ ચૂક્યા છે. એ જ રીતે 2014માં એક લિટર કેરોસીનની કિંમત 14.96 રૂપિયા હતી. 2021માં આ કિંમત 35.35 રૂપિયા થઈ ગઈ છે. પેટ્રોલ-ડીઝલમાંથી સરકારે ધીકતી કમાણી કરી છે. એ વાતનો સ્વીકાર પેટ્રોલિયમ મંત્રીએ પણ કર્યો હતો. મંત્રીએ સ્વીકાર્યું હતું એ પ્રમાણે 2013માં પેટ્રોલ-ડીઝલમાંથી સરકારે 52,537 કરોડ રૂપિયાનું ટેક્સ કલેક્શન મેળવ્યું હતું.

ભાવ

છેલ્લાં 11 મહિનામાંજ સરકારનું પેટ્રોલ-ડીઝલમાંથી ટેક્સ કલેક્શન 2.94 લાખ કરોડ

2019-20ના વર્ષમાં ટેક્સ કલેક્શન વધીને 2.13 લાખ કરોડ થયું હતું. છેલ્લાં 11 મહિનામાંજ સરકારનું પેટ્રોલ-ડીઝલમાંથી ટેક્સ કલેક્શન 2.94 લાખ કરોડ થઈ ચૂક્યું છે. એમાં એક મહિનો ઉમેરાશે એટલે આંકડો ત્રણ લાખ કરોડને પાર થઈ જાય તો નવાઈ પામવા જેવું નહીં હોય.

અત્યારે સરકાર પેટ્રોલમાંથી એક લિટરે 32.90 રૂપિયાનો ટેક્સ વસૂલે છે અને ડીઝલમાંથી 31.80 રૂપિયાનો ટેક્સ મેળવે છે. 2018માં સરકાર એક લિટર પેટ્રોલે 17.98 અને ડીઝલમાં 13.83 રૂપિયા વસૂલતી હતી. એ ટેક્સ માત્ર બે-અઢી વર્ષમાં જ બમણો થઈ ચૂક્યો છે.

સરકાર

એપ્રિલ-2020થી જાન્યુઆરી-2021 સુધીમાં જ સરકારે પેટ્રોલિયમ પ્રોડક્ટમાંથી 3.01 લાખ કરોડનો ટેક્સ વસૂલ્યો

ધર્મેન્દ્ર પ્રધાને લેખિતમાં સ્વીકાર્યું હતું એ મુજબ પેટ્રોલિયમ પ્રોડક્ટમાંથી સરકારે 2016-17માં 2.37 લાખ કરોડની કમાણી કરી હતી. એપ્રિલ-2020થી જાન્યુઆરી-2021 સુધીમાં જ સરકારે પેટ્રોલિયમ પ્રોડક્ટમાંથી 3.01 લાખ કરોડનો ટેક્સ વસૂલ્યો હતો. છેલ્લાં 15 માસમાં એક લિટર પેટ્રોલમાં 11.77 રૂપિયાનો ટેક્સ વધારો થયો હતો.

ડીઝલમાં લિટરે 13.47 રૂપિયા વધ્યા હતાં. ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું એ પ્રમાણે સરકારે ઓક્ટોબર-2017માં બે રૂપિયાની એક્સાઈઝ ડયૂટી ઘટાડી હતી, પરંતુ જુલાઈ-2019માં બે રૂપિયાનો વધારો પણ કરાયો હતો. માર્ચ-2020માં લિટરમાં 3 રૂપિયાની એક્સાઈઝ ડયૂટીનો વધારો સરકારે ઝીંક્યો હતો.

મેમાં સરકારે ફરી વખત પેટ્રોલમાં એક લિટરે 10 રૂપિયાની એક્સાઈઝ ડયૂટી વધારી હતી અને ડીઝલમાં 13 રૂપિયાની એક્સાઈઝ ડયૂટી એક લિટરે વધારાઈ હતી. લોકડાઉન ચાલતું હતું ત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવ ઐતિહાસિક તળીયે ગયા હતા. આથી લોકોને ક્રૂડમાં ઘટાડાનો લાભ ન આપવો પડે તે માટે સરકારે પેટ્રોલ-ડીઝલની એક્સાઈઝ ડયુટીમાં જંગી વધારો કર્યો હતો.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો