GSTV
Gujarat Government Advertisement

મોંઘવારીનો માર/ દૂધ, વીજળી સહીતની વસ્તુઓના ભાવ આજથી વધી જશે, આટલી વસ્તુઓ મોંઘી થવાની છે તૈયાર રહેજો

ઝટકો

Last Updated on April 1, 2021 by

નવા નાણાકીય વર્ષમાં સામાન્ય લોકોની અવાકને મોટો ઝટકો આપવા સાથે શરુ થવાના સંકેત દેખાઈ રહ્યા છે. 1 એપ્રિલ 2021થી રોજિંદા ઉપયોગમાં આવતી વસ્તુમાં મોંઘવારીનો તડકો લાગવાનું માનવામાં આવી રહ્યું છે. નવા નાણાકીય વર્ષ દૂધ, વીજળી, એસી, મોટરસાઇકલથી લઇ સ્માર્ટફોન અને હવાઈ સફર સુધી મોંઘી થઇ જશે. ઇલેક્ટ્રોનિક ઉપકરણના ભાવ પણ નવા નાણાકીય વર્ષમાં વધી જશે. આવો જાણીએ કે 1 એપ્રિલ 2021થી એવી કઈ-કઈ વસ્તુઓના ભાવ વધવા જઈ રહ્યા છે, જે સામાન્ય વ્યક્તિનું બજેટ બગાડી શકે છે.

દૂધના ભાવમાં થઇ શકે છે 3 રૂપિયા પ્રતિ લીટરનો વધારો

નવા નાણાકીય વર્ષના પહેલા દિવસે દૂધના ભાવ વધવાના આસાર છે. આ જાણકરી ખેડૂતોએ આપી છે. દૂધના ભાવ 3 રૂપિયાથી વધી 49 રૂપિયા પ્રતિ લીટર કરવાની વાત કહેવામાં આવી રહી છે. એવામાં ઘી, પનીર અને દહીં સહીત દૂધથી બનેલ વસ્તુઓના ભાવ વધી શકે છે. એની સાથે જ બિહારના લોકોને 1 એપ્રિલ 2021થી વધેલ વીજળીનો ઝાટકો પણ લાગી શકે છે. રાજ્યમાં વીજળીના ભાવમાં 9-10% વધારો કરવાની ઉમ્મીદ છે. ત્યાં જ ખર્ચના વધવાના કારણે કાર અને બાઈકની કિંમતોમાં પણ વધારો લગભગ નક્કી માનવામાં આવી રહ્યો છે.

દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકી અને નિસાન સહીત ઘણી કંપનીઓ 1 એપ્રિલથી વાહનોની કિંમતમાં વધારાનું એલાન કરી દીધું છે. ત્યાં જ કંપનીઓએ ટેક્સ્ટરના ભાવ વધારવાનો નિર્ણય કર્યો છે. નિસાને પોતાના બીજા બ્રાન્ડ ડેટસનની ગાડીઓની કિંમતમાં વધારો કરવાની ઘોષણા કરી છે. ટુ વહીલર બનાવવા વાળી કંપનીએ એક રેગ્યુલેટરી ફાઇલિંગમાં વાહનોના ભાવ વધારવનું એલાન કર્યું છે. આ વધારા હેઠળ હીરો સ્કૂટર અંબે બાઈકના ભાવમાં 2500 રૂપિયાનો વધારો થશે.

ટીવી, એસી ખરીદવા અને હવાઈ સફર પડશે મોંઘી

નવા નાણાકીય વર્ષમાં ટીવી ખરીદવું પડશે મોંઘુ. ગયા 8 મહિનાથી ટીવીની કિંમતમાં સતત વધારો થઇ રહ્યો છે. કંપનીઓએ ટીવીને પણ પીએલઆઇ સ્કીમમાં લાવવાની માંગ કરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે 1 એપ્રિલથી ટીવીના ભાવ 2000થી લઇ 3000 રૂપિયા સુધી વધી શકે છે. ત્યાં, એસી અને રેફ્રિજરેટર પણ મોંઘા થઇ જશે. કંપનીઓ કાચા માલની કિંમતમાં વધારો કરી રહી છે. જેના કારણે એસીની કિંમતમાં વધારાની તૈયારી કરવામાં આવી રહી છે. એસીના ભાવમાં 1500થી 2000 રૂપિયા સુધી વધી શકે છે. એ ઉપરાંત ઘરેલુ ઉડાનના ભાવમાં પણ 5% વધારો થશે. ધારેલી યાત્રીઓએ એરપોર્ટ સિક્યોરિટી ફીના નામ પર 200 રૂપિયા અને વિદેશી યાત્રાને 12 ડોલર આપવા પડશે. ડીજીસીએ મુજબ, 1 એપ્રિલ 2021થી નવા નિયમ લાગુ થઇ જશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો