Last Updated on March 22, 2021 by
થોડા દિવસ પહેલા બંગાળના અખબારમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનું એક વિજ્ઞાપન છપાયું હતું. વિજ્ઞાપનમાં પીએમ મોદી સાથે એક મહિલાની ફોટો હતી. જેમાં લખ્યું હતું, કે આત્મનિર્ભર ભારત, આત્મનિર્ભર બંગાળ અને મહિલાના હવાલાથી લખ્યું હતું કે મને મળ્યું પોતાનું ઘર, પરંતુ પછીથી આવેલ મીડિયા રિપોર્ટ મુજબ જે મહિલાની ફોટો છપાયેલી હતી એ મહિલાનું નામ લક્ષ્મી દેવી છે અને તેઓ એક ભાડાના મકાનમાં રહે છે. પત્રકારો સાથે વાત દરમિયાન તેમણે કોઈ પણ પ્રકારનું ઘર મળ્યું હોવાથી ઇન્કાર કર્યો.
ભાડાના મકાનમાં રહે છે મહિલા
બિહાર જિલ્લાની રહેવાસી લક્ષ્મી દેવી કોલકાતાના બહુ બજારમાં રહે છે. એમનું કહેવું છે કે એમની પાસે ના તો ગામમાં જમીન છે અને ના તો બંગાળમાં. તેઓ અહીં એક ભાડાના મકાનમાં રહે છે. ફોટાને લઇ એમની સાથે વાત કરવામાં આવી તો તેમણે કહ્યું કે અમને આ અંગે કોઈ જાણકારી નથી. હું ભાડાના મકાનમાં રહુ છુ. લક્ષ્મી દેવીને જયારે જાણ થઇ ત્યારે તેમને થયું કે આમને મારો ફોટો શા માટે છાપ્યો હશે. તેઓ ઘણા અખબારોની ઓફિસે જઈ એ અંગે જાણકારી લેવા લાગી. ત્યાંર પછી જાણ થઇ કે આ વિજ્ઞાપન ભારત સરકાર દ્વારા છાપવામાં આવ્યું છે.
મને નથી ખબર મારો ફોટો કોણે લીધો : લક્ષ્મી
લક્ષ્મી દેવીનું કહેવું છે કે એમને પૂછ્યા વગર જાહેરાતમાં તેમનો ફોટો છાપી દેવાયો છે . મને ખબર નથી કે મારો ફોટો કોણે લીધો. એક દિવસ હું સૂઈને ઉઠી ત્યારે બધા કહેતા હતા કે તમારો ફોટો અખબારોમાં આવ્યો છે. મને આ જાહેરાત વિશે કંઈ પણ ખબર નથી. વિજ્ઞાપનમાં લખ્યું છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મારું મકાન મને મળ્યું છે. માથા ઉપરની છત હોવાથી લગભગ 24 લાખ પરિવારો આત્મનિર્ભર બન્યા હતા. એકસાથે આવીને આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન સાકાર કરે છે.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા પંજાબમાં કેન્દ્ર સરકાર દ્વારા એક જાહેરાત બહાર પાડવામાં આવી હતી. જેમાં એમ જણાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે પંજાબનો ખેડૂત એમએસપી પર કરવામાં આવેલી ખરીદીથી ખુશ છે. પરંતુ વિજ્ઞાપનમાં જે તસ્વીરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો એ પંજાબી ફિલ્મ અભિનેતા હરપ્રીત સિંહનો હતો જે ખુદ ખેડૂત આંદોલનમાં ભાગ લઈ રહ્યા હતા.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31