Last Updated on February 24, 2021 by
પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજનાનો શુભારંભ વર્ષ 2015માં કરાયો હતો. આ યોજના હેઠળ દેશના લોકોને પોતાનો નાનો ધંધો શરૂ કરવા માટે 10 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવી રહી છે. આ અંતર્ગત શિશુ, કિશોર અને તરુણ નામના ત્રણ પ્રકારના લોન આપવામાં આવે છે. મુદ્રા લોન યોજનાનો લાભ મેળવવા માટે બેંકો અથવા લોન સંસ્થાઓએ કોઈ ગેરેંટી અથવા મોર્ટગેજ બનાવવાની જરૂર નથી. મુદ્રા લોનની ચુકવણી ઇએમઆઈ વિકલ્પો સાથે 3 વર્ષથી 5 વર્ષ સુધીની હોય છે.
મુદ્રા લોનના પ્રકારો
શિશુ લોન
આ લોન હેઠળ તે લોકોને લોન આપવામાં આવે છે જેઓ ફક્ત પોતાનો વ્યવસાય શરૂ કરી રહ્યા છે અને આર્થિક સહાયની શોધમાં છે. આ અંતર્ગત મહત્તમ 50 હજાર રૂપિયાની લોન આપવામાં આવે છે. તેનો વ્યાજ દર વાર્ષિક 10 થી 12 ટકા છે જે 5 વર્ષના ચુકવણીની અવધિ સાથે છે.
કિશોર લોન
આ લોન તે લોકો માટે છે જેમનો વ્યવસાય શરૂ થયો છે, પરંતુ સ્થાપિત થયો નથી. આ અંતર્ગત આપવામાં આવેલી લોનની રકમ 50 હજારથી 5 લાખ રૂપિયાની વચ્ચે છે. ધિરાણ સંસ્થાના આધારે વ્યાજના દર બદલાય છે. વ્યાપાર યોજનાની સાથે, અરજદારનો ક્રેડિટ રેકોર્ડ વ્યાજ દર નક્કી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. બેંક દ્વારા લોનની ચુકવણીની અવધિ નક્કી કરવામાં આવે છે.
તરુણ લોન
તે તે લોકો માટે છે જેમણે વ્યવસાય સ્થાપિત કર્યો છે અને મિલકત વધારવા અને ખરીદવા માટે પૈસાની જરૂર છે. આમાં લોનની રકમ 5 લાખથી 10 લાખ રૂપિયાની વચ્ચે છે. વ્યાજ દર અને ચુકવણીની અવધિ યોજના અને અરજદારના ક્રેડિટ રેકોર્ડ પર આધારિત છે.
મુદ્રા લોનના લાભ
મુદ્રા લોન પ્રમુખ રૂપથી દુકાનદારો, વ્યાપારીઓ, વિક્રેતાઓ અને MSMEના વિનિર્માણ, વ્યાપાર અને સેવા ક્ષેત્રની ગતિવિધિયોમાં લગાવાય છે. મુદ્રા યોજના ભારત સરકારની ક્રેડિટ ગેરેંટી યોજનાઓ હેઠળ આવે છે. લોનની રકમનો ઉપયોદ ટર્મ લોન અને ઓવરડ્રાફટ સુવિધાઓના રૂપમાં પણ કરાઈ શકે છે. તમામ ગૈરૃ-કૃષિ ઉદ્યમ એટલે આવક પેદા કરવાની પ્રવૃત્તિઓમાં રોકાયેલા નાના ઉદ્યોગો મુદ્રા લોનનો લાભ લઈ શકે છે. મુદ્રા યોજનાનો લાભ મુદ્રા કાર્ડ દ્વારા મેળવી શકાય છે.
મુદ્રા લોન માટે જરૂરી દસ્તાવેજો
વ્યવસાય યોજના, અરજી ફોર્મ, અરજદાર અને સહ-અરજદારના પાસપોર્ટ કદના ફોટોગ્રાફ્સ, અરજદાર અને સહ-અરજદારોના કેવાયસી દસ્તાવેજો, ઓળખના પુરાવા (આધારકાર્ડ / મતદાર ઓળખ કાર્ડ / પાસપોર્ટ / ડ્રાઇવિંગ લાઇસન્સ), નિવાસસ્થાનનો પુરાવો (આધારકાર્ડ / મતદાર આઈડી કાર્ડ / પાસપોર્ટ / ટેલિફોન બિલ / બેંક સ્ટેટમેન્ટ), આવક પ્રૂફ (આઈટીઆર, સેલ્સ ટેક્સ રીટર્ન, લાઇસેંસ, રજિસ્ટ્રેશન વગેરે), એસસી, એસટી, ઓબીસી, લઘુમતી (જો લાગુ હોય તો), વ્યવસાયનો ચોક્કસ વર્ગનો પુરાવો. સરનામું અને મુદત પુરાવા, નોંધણી, લાઇસન્સ અથવા પ્રમાણપત્ર
મુદ્રા કાર્ડ
મુદ્રા લોન લેનારા લાભાર્થીઓને મુદ્રા કાર્ડ પ્રદાન કરાશે. આ મુદ્રા કાર્ડ લાભાર્થી ડેબિટ કાર્ડની જેમ ઉપયોગ કરી શકે છે. મુદ્રા કાર્ડના માધ્યમથી લાભાર્થી પોતાની જરૂરતના હિસાબે ATMમાંથી પૈસા ઉપાડી શકશે. આ કાર્ડનો ઉપયોગ પોતાના વ્યાપારથી સંબંઘિત જરૂરત પુરી કરવા માટે કરી શકે છે.
ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા
સૌથી પહેલા તમારે મુદ્રા યોજનાની ઓફિશિયલ વેબસાઈટ પર જવુ પડશે. પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજનાનું હોમ પેઈઝ ખુલશે. હોમમ પેઈઝ પર તમને શિશુ, કિશોર અને તરુણનો ઓપ્શન દેખાશે. આ પસંદ કર્યા પછી, તમારી સામે એક નવું પૃષ્ઠ ખુલશે. તમારે આ પૃષ્ઠ પરથી એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરવું પડશે. આ પછી તમારે આ એપ્લિકેશન ફોર્મનું પ્રિન્ટ આઉટ લેવાનું રહેશે. હવે તમારે અરજી ફોર્મમાં પૂછાયેલી બધી મહત્વપૂર્ણ માહિતી ભરવાની રહેશે. આ પછી તમારે બધા મહત્વપૂર્ણ દસ્તાવેજો જોડવા પડશે. હવે તમારે આ અરજી ફોર્મ તમારી નજીકની બેંકમાં સબમિટ કરવાની રહેશે. તમારી અરજીની ચકાસણી કર્યા પછી, તમને એક મહિનાની અંદર લોન આપવામાં આવશે.
કેવી રીતે કરશો અરજી
આ યોજના હેઠળ જે ઈચ્છુક લાભાર્થી લોન પ્રાપ્ત કરવા માટે અરજી કરવા માંગે છે. તે પોતાની નજીકની સરકારી બેંક, ખાનગી બેંક, ગ્રામીણ બેંક અને વાણિજ્ય બેંક વગેરેમાં પોતાના તમામ દસ્તાવેજો સાથે જઈને અરજી કરી શકો છો. જે બાદ જે બેંકથી તમે લોન લેવા માંગો છો ત્યાં જઈને એપ્લીકેશન ફોર્મ ભરો અને તેની સાથે પોતાના તમામ દસ્તાવેજને અટેચ કરી બંકના અધિકારી પાસે જમા કરો.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31