Last Updated on March 1, 2021 by
પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ ઉઠાવીને તમે પણ તમારા ઘરનું સપનું પૂર્ણ કરી શકો છો. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સરકાર લાભાર્થીને આર્થિક મદદ પણ કરે છે. આ અંતર્ગત દિલ્હી અને ચંદીગઢને છોડીને પૂરા ભારતમાં મકાન બનાવવા માટે સહાયતા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાનો મુખ્ય ઉદ્દેશ દેશના એવા નાગરિકોને પોતાનું ખુદનું ઘર પ્રદાન કરવાનું છે, કે જેની પાસે ઘર નથી. ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના માટે વર્ષ 2022 સુધી એક લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે. આ અંતર્ગત દેશના દરેક પરિવારને પાક્કું ઘર ઉપલબ્ધ કરાવાશે. જેમાં પાણીનું કનેક્શન, શૌચાલય તથા 24 કલાક વિજળી હશે.
પ્રધાનમંત્રી આવાસ યોજના યાદી અંતર્ગત ઇન્કમ કેટેગરી
- આવાસ યોજના અંતર્ગત ત્રણ કેટેગરીના લોકોને લોન આપવામાં આવે છે. આ કેટેગરી લોકોની વાર્ષિક આવકના હિસાબથી નક્કી કરવામાં આવે છે.
- પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આર્થિક નબળો વર્ગ, ઓછી આવકવાળા વર્ગ તથા મધ્યમ આવકવાળા વર્ગના લોકોને લોન આપવામાં આવે છે.
જાણો આ વર્ગોમાં કેટલી આવકવાળા લોકો આવે છે?
- આર્થિક નબળો વર્ગ : આર્થિક નબળા વર્ગ અંતર્ગત તે તમામ લોકો આવે છે કે, જેની વાર્ષિક આવક 300000 રૂપિયા અથવા તો તેનાથી ઓછી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આર્થિક નબળા વર્ગના લોકોને લોન પ્રદાન કરવામાં આવે છે.
- ઓછી આવકવાળો વર્ગ : ઓછી આવકવાળા વર્ગ અંતર્ગત તે તમામ લોકો આવે છે કે જેની વાર્ષિક આવક 300000 થી 600000 રૂપિયા સુધીની છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઓછી આવકવાળા વર્ગના લોકોને લોન પ્રદાન કરવામાં આવે છે.
- મધ્યમ આવકવાળો વર્ગ : મધ્યમ આવકવાળા વર્ગ અંતર્ગત તે તમામ લોકો આવે છે કે જેની વાર્ષિક આવક 600000 થી 1800000 રૂપિયા સુધીની છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મધ્યમ આવકવાળા વર્ગના લોકોને લોન પ્રદાન કરવામાં આવે છે.
એપ્લાય કરવા માટે કરવું પડશે આ કામ
પ્રધાનમંત્રી આવાસ યોજના માટે સરકારે આવાસ એપ બનાવી છે. જેના આધારે ગ્રામીણ ક્ષેત્રમાં રહેનારા લોકો પોતાના મોબાઇલ નંબરની સહાયતાથી લૉગ ઇન એકાઉન્ટ બનાવી શકે છે. લૉગ ઇન કર્યા બાદ આવશ્યક જાણકારી ભરીને સબમિટ કરવાની સાથે જ પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ ઉઠાવનારા પોતાના મકાનના જુદાં-જુદાં ચરણોના ફોટા પણ આની જ મદદથી અપલોડ કરી શકે છે. આ સાથે જ અરજીકર્તા પોતાના મકાનના નિર્માણ દરમ્યાન મળનારા હપ્તાઓને પણ ઓનલાઇન જોઇ શકે છે.
PMAY Yojana અંતર્ગત કરવામાં આવી છે અરજી, તો આ રીતે શોધો પોતાનું નામ
પ્રધાનમંત્રી આવાસ યોજનાની યાદી અંતર્ગત એવાં લાભાર્થીઓને આમાં શામેલ કરવામાં આવ્યાં છે કે જેઓએ તાજેતરમાં જ ગયા વર્ષે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઓનલાઇન અરજી કરી હતી. કેન્દ્ર સરકાર દ્વારા લાભાર્થીઓના તમામ દસ્તાવેજોની ચકાસણી કરીને પ્રધાનમંત્રી આવાસ યોજના યાદીમાં તેમના નામ શામેલ કરવામાં આવ્યાં છે. દેશના કોઇ પણ રહેવાસી કે જેઓએ PMAY Yojana અંતર્ગત અરજી કરી છે તેઓ સરળતાથી PMAY ની યાદીમાં પોતાનું નામ શોધી શકે છે.
જાણો પોતાનું નામ શોધવાનો સરળ અને આસાન રસ્તો
- સૌ પ્રથમ પીએમ આવાસ યોજનાની ઓફિશીયલ વેબસાઇટ (pmaymis.gov.in) પર વિઝિટ કરો.
- હોમ પેજ પર તમારે ઉપરના ભાગમાં એક વિકલ્પ Search Beneficiary દેખાશે.
- આ વિકલ્પ પર ક્લિક કરો તથા એક નવા ટેબને ઓપન કરો.
- હવે તમારે તમારા 12 અંકોના આધાર કાર્ડનો નંબર દાખલ કરવાનો રહેશે તથા ત્યાર બાદ સર્ચ બટન પર ક્લિક કરવાનું રહેશે.
- જો તમારા દ્વારા આધાર કાર્ડ નંબર બરાબર ભરવામાં આવ્યું હશે તથા તમને કેન્દ્ર સરકાર દ્વારા એક લાભાર્થીના રૂપમાં સ્વીકૃત કરવામાં આવ્યાં હશે તો તમારું નામ યાદીમાં શામેલ કરવામાં આવ્યું હશે અને જો આવું ના થયું તો તમને આ યાદીની અંદર તમારું નામ નહીં મળે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31