GSTV
Gujarat Government Advertisement

ઓફર: પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં તમારા પૈસા થશે ડબલ, રૂપિયા 50 હજારના મળશે એક લાખ રૂપિયા

Last Updated on April 4, 2021 by

ઈન્વેસ્ટમેન્ટ કરવું એ સારી આદત માનવામાં આવે છે. કારણે કે ખરાબ સમયમાં આપણે બચાવેલા રૂપિયા આપણાને કામમાં આવતા હોય છે. પરંતુ માણસ ત્યાંજ ઈન્વેસ્ટમેન્ટ કરે છે. જ્યાં પૈસા બચાવી પણ શકાય અને રિટર્નમાં સારી આવક સાથે રૂપિયા પાછા મળી પણ શકે, અમે આપને એવીજ એક પોસ્ટ ઓફિસની સ્કીમની વાત કરીશું જેમાં તમારા રૂપિયા સુરક્ષિત પણ રહેશે. અને પાકતી મુદતે એ રૂપિયા તમને ડબલ મળશે પણ ખરા આ સ્કીમનું નામ છે (Kisan Vikas Patra KVP) યોજના તો શુ છે આ કિસાન વિકાસ પત્ર સ્કીમ આવો જાણીએ

શું છે કિસાન વિકાસ પત્ર સ્કીમ

કિસાન વિકાસ પત્ર યોજના ભારત સરકારની એક વન ટાઇમ ઈન્વેસ્ટમેન્ટ સ્કીમ છે. આ સ્કીમમાં મેચ્ચોરિટી પીરિયડ 124 મહીનાનો રાખવામાં આવ્યો છે. જેમાં દર મહીને 1000 રૂપિયા ભરી શકાય છે. જ્યારે 1000થી વધારે રૂપિયા ભરવા હોય તો તેના માટે કોઈ લીમિટ પણ રાખવામાં આવી નથી. કિસાન વિકાસ પત્ર યોજના ખાસ કરીને ખેડૂતો માટે રાખવામાં આવી છે.

કોણ કરી શકે ઈન્વેસ્ટમેન્ટ

કિસાન વિકાસ પત્ર (KVP)માં ઈન્વેસ્ટમેન્ટ કરવા માટે 18 વર્ષની ઉંમર હોવી જરૂરી છે. જેમાં સિંગલ એકાઉન્ટ અને ડબલ એકાઉન્ટ પણ ખોલાવી શકાય છે. આ યોજના નાના બાળકો માટે પણ લાગુ કરવામાં આવી છે. આ સ્કીમ હિદું અવિભાજિત પરિવાર એટલે કે (HUF) અને (NRI)ને છોડી ટ્રસ્ટ માટે પણ લાગુ કરવામાં આવી છે. કિસાન વિકાસ પત્ર સ્કીમમાં 1000, 5000, 10,000 રૂપિયા તેમજ 50,000 રૂપિયા સુધી ઈન્વેસ્ટમેન્ટ કરી શકાય છે.

યોજનામાં વ્યાજ દર કેટલો હશે ?

કિસાન વિકાસ પત્ર યોજનામાં વર્ષ 2021ના પ્રથમ માસમાં વ્યાજ દર 6.9 ટકા નક્કી કરવામાં આવ્યો છે.જે 124 મહીનામાં ડબલ થઈ જશે જો તમે એક મહીનામાં એક લાખ રૂપિયા ઈન્વેસ્ટમેન્ટ કરશો તો પાકતી મુદતે તેમને બે લાખ રૂપિયા મળી શકે છે. જેમાં 124 મહીનાનો મેચ્ચોરિટી પીરિયડ રાખવામાં આવ્યો છે. આ યોજના ઈન્કમટેક્ષ અધિનિયમ 80C પ્રમાણે લાગુ કરાયો નથી.

કયા દસ્તાવેજોની જરૂર પડશે ?

યોજનામાં ઈન્વેસ્ટમેન્ટ કરવા માટે કેટલાંક ડોક્યુમેન્ટની જરૂર પડતી હોય છે. જેમાં આધાર કાર્ડ, પાન કાર્ડ, વોડર આઈડી, ડ્રાઈવિંગ લાઈસન્સ, પાસપોર્ટ અને (KVP)ના લેટરની જૂરૂર પડતી હોય છે. તે ઉપરાંત બર્થ સર્ટિફિકેટની જરૂર પડતી હોય છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો