Last Updated on February 25, 2021 by
પોસ્ટ ઑફીસની સ્મોલ સેવિંગ્સ સ્કીમ્સ હંમેશાથી બચતનો એક ઉમદા વિકલ્પ રહી છે. પોસ્ટ ઑફિસની અનેક યોજનાઓ છે જેમાં રોકાણ કરીને સારો ફાયદો હાંસેલ કરી શકાય છે. આજે બેંકોની ફિક્સ્ડ ડિપોઝીટ સ્કીમ્સમાં ઇંટરેસ્ટ રેટ ઘણો ઓછો થઇ ગયો છે. સાથે જ પોસ્ટ ઑફિસની બચત યોજનાઓમાં વ્યાજ દર બેંકો કરતાં વધુ છે. પોસ્ટ ઑફિસમાં જમા કરવામાં આવેલા પૈસા હંમેશા સુરક્ષિત રહે છે. તેનું કારણ એ છે કે અહીં જમા ધન પક સરકારની સોવરેન ગેરેંટી મળે છે. આજે અમે તમને જણાવવા જઇ રહ્યાં છીએ પોસ્ટ ઑફિસની એવી એક સ્કીમ વિશે જે તે લોકો માટે ખૂબ જ સારી છે જે સીનિયર સિટિઝન છે અથવા નોકરીમાંથી રિટાયર થઇ ચુક્યા છે. જાણો આ વિશે વિગતે…
10 લાખના રોકાણ પર 5 વર્ષમાં 4 લાખથી વધુનો ફાયદો
પોસ્ટ ઑફિસની સીનિયર સિટિઝન્સ સેવિંગ્સ સ્કીમમાં જો એક સાથે 10 લાખ રૂપિયાનું રોકાણ કરવામાં આને તો તે વર્ષે 7.4 ટકા કમ્પાંઉંડિંગ વ્યાજ દરના હિસાબે 5 વર્ષ બાદ કુલ રકમ 4 લાખ 28 હજાર 964 રૂપિયા હશે. એટલે કે 10 લાખના રોકાણ પર 5 વર્ષમાં 4 લાખથી વધુનો ફાયદો. તેનું જો ફરીથી રોકાણ કરો તો ફાયદો વધુ થશે. સાથે જ જરૂર પ્રમાણે ખર્ચ માટે પૈસા રાખીને બાકીનું રોકાણ કરી શકાય છે.
પોસ્ટ ઑફિસની આ સ્કીમમાં વ્યાજ દર 7.4 ટકા
પોસ્ટ ઑફિસની આ સ્કીમમાં વ્યાજ દર 7.4 ટકા વાર્ષિક છે. આ સ્કીમમાં મેચ્યોરિટી પીરિયડ 5 વર્ષ છે. તેમાં 1000 રૂપિયાના મલ્ટીપલમાં ડિપોઝીટ કરી શકાય છે. આ સ્કીમમાં એકસાથે રોકાણ કરવુ પડે છે. સાથે જ આ એકાઉન્ટમાં 15 લાખ રૂપિયાથી વધુ ન રાખી શકાય.
સ્કીમમાં રોકાણ માટે આટલી ઉંમર જરૂરી
આ સ્કીમમાં એકાઉન્ટ ખોલવા માટે 60 વર્ષ અથવા તેનાથી વધુ ઉંમરનું હોવુ જરૂરી છે. સાથે જ જો કોઇ 55 વર્ષનું હોય અને તેણે વોલિયન્ટરી રિટાયરમેંટ લઇ રાખ્યુ છે તો તે પણ આ સ્કીમમાં રોકાણ કરી શકે છે. તેના માટે શરત એ છે કે તેણે રિટાયરમેંટ બેનિફિટ્સ મળ્યાના એક મહિનામાં ખાતુ ખોલાવવાનું રહેશે. સાથે જ ડિપોઝિટ કરવામાં આવનાર અમાઉન્ટ રિટાયરમેંટ બેનિફિટ્સની અમાઉન્ટ કરતાં વધુ ન હોવી જોઇએ.
વધુમાં વધુ 15 લાખનું રોકાણ
આ સ્કીમમાં પતિ અને પત્ની સાથે મળીને જોઇન્ટ એકાઉન્ટ ખોલી શકે છે. તે એક કરતાં વધુ એકાઉન્ટ પણ રાખી શકે છે. પરંતુ કુલ મળીને મેક્સિમમ ઇન્વેસ્ટમેન્ટ 15 લાખ રૂપિયાથી વધુ ન હોવુ જોઇએ. આ એકાઉન્ટ 1 લાખ રૂપિયાથી ઓછી રકમ સાથે કેશ આપીને ખોલાવી શકાય છે. પરંતુ તેનાથી વધુ અમાઉન્ટ માટે ચેકથી પેમેન્ટ કરવાનું છે.
આ એકાઉન્ટ ખોલવા પર નોમિનેશનની સુવિધા મળે છે. આ ઉપરાંત એકાઉન્ટને એક પોસ્ટ ઑફિસથી બીજી પોસ્ટ ઑફિસમાં ટ્રાન્સફર પણ કરવામાં આવી શકે છે. આ સ્કીમમાં પ્રીમેચ્યોર ક્લોઝર પણ કરી શકાય છે. એકાઉન્ટ ખોલ્યાના 1 વર્ષ બાદ ખાતુ બંધ કરવા પર જમા રકમના 1.5 ટકા કાપી લેવામાં આવે છે. સાથે જ 2 વર્ષ બાદ ખાતુ બંધ કરવા પર 1 ટકા કપાત થાય છે.
આ સ્કીમમાં મેચ્યોરિટી પીરિયડ પૂરો થયા બાદ તેને 3 વર્ષ માટે વધારી પણ શકાય છે. તેના માટે મેચ્યોરિટી વાળી તારીખને 1 વર્ષની અંદર એપ્લિકેશન આપવી પડે છે. આ સ્કીમમાં જ્યારે વ્યાજની રકમ 10 હજાર રૂપિયાથી વધુ થઇ જાય તો ટીડીએસ કપાવા લાગે છે. તેમાં ઇન્વેસ્ટમેંટ પર ઇનકમ ટેક્સ એક્ટના સેક્શન 80સી અંતર્ગત છૂટ પણ મળે છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31