GSTV
Gujarat Government Advertisement

કામના સમાચાર/ Post Office એ શરૂ કરી આ મોટી સુવિધા, હવે એકાઉન્ટ હોલ્ડરોને પૈસાની નહીં પડે તંગી

Last Updated on March 15, 2021 by

Post Office Account Holders માટે એક મોટા સમાચાર સામે આવ્યાં છે. આગામી એક એપ્રિલથી કેટલાક નવા નિયમો અને નવી સુવિધા શરૂ થઈ રહી છે. તે હેઠળ ગ્રામીણ ડાક સેવાની શાખામાં રોકાણની સીમા વધારવામાં આવી છે. પોસ્ટ વિભાગ તરફથી મળતી જાણકારી પ્રમાણે નવા નિયમો અનુસાર ટ્રાંજેક્શન નિયમ અલગ અલગ પોસ્ટઓફિસના એકાઉન્ટ ઉપર લાગુ થશે. આ રકમ પોસ્ટઓફિસના એકાઉન્ટ પ્રમાણે અલગ અલગ રહેશે.

એક દિવસમાં ઉપાડી શકાશે 20 હજાર રૂપિયા

નવા નિયમ લાગુ થયા બાદ પોસ્ટ ઓફિસના ખાતાધારકો એક દિવસમાં 20 હજાર રૂપિયા ઉપાડી શકશે. હવે દરેક એકાઉન્ટ હોલ્ડર ટ્રાન્જેક્શનની લિમિટ પાંચ હજાર રૂપિયાથી વધારી દેવામાં આવી છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ સમયથી સાથે પોસ્ટઓફિસમાં જમા રકમમાં વધારો કરવાનો છે. તે સિવાય કોઈ પણ શાખા પોસ્ટમાસ્ટર એક દિવસમાં એક એકાઉન્ટમાં 50 હજાર રૂપિયાથી વધારે રોકડનું ટ્રાન્જેક્શન નહીં કરી શકે. નવા નિયમોપ્રમાણે બચત ખાતા સિવાય હવે પીપીએફ, વરિષ્ઠ નાગરિક બચત યોજના, માસિક આવક યોજના, કિસાન વિકાસ પત્ર, એનએસસી સ્કિમમાં જમા ચેકના માધ્યમથી સ્વિકાર કે વિડ્રોલ ફોર્મના માધ્યમથી કરવામાં આવશે.

એકાઉન્ટમાં 500 રૂપિયા રાખવા અનિવાર્ય

પોસ્ટઓફિસમાં ખોલવામાં આવેલા બચત ખાતામાં મિનિમમ બેલેન્સ પાંચસો રૂપિયા રાખવાના રહેશે. જો કોઈ એકાઉન્ટ હોલ્ડર ખાતામાં પાંચસો રૂપિયાથી ઓછી રકમ હશે તો એકાઉન્ટની દેખરેખ રાખવાની ફિના રૂપમાં રૂપિયા 100 કાંપી લેવામાં આવશે.

ઓનલાઈન પોસ્ટ ઓફિસ બચત ખાતુ કેવી રીતે ખોલશો

પોસ્ટ ઓફિસના બચત ખાતામાં એક સરકાર દ્વારા સંચાલિત જમા યોજના છે જે તમામ ભારતીય પોસ્ટઓફિસોમાં ઉપલબ્ધ છે. આ ભારતીય રિઝર્વ બેંક દ્વારા ચમારી જમા રકમ ઉપર ગણવામાં આવેલા એક નિશ્ચિત વ્યાજદરની ચૂકવણી કરે છે. એકલ કે સંયુક્ત બંને એકાઉન્ટ ઉપર વર્તમાનમાં નિર્ધારિત વ્યાજ દર 4 ટકા છે.

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો