Last Updated on April 1, 2021 by
પોસ્ટ ઓફિસની 32 વર્ષ જૂની સેવિંગ સ્કીમ્સને લઇ ખરાબ સમાચાર છે. સરકારે કિસાન વિકાસ પત્ર માટે ઇંટ્રેસ્ટ રેટ 6.9%થી ઘટાડી 6.2% કરી દીધો છે. એના કારણે રોકાણ પહેલા 124 મહિનામાં ડબલ થતા હતા તે હવે 138 મહિનામાં ડબલ થશે. પોસ્ટ ઓફિસે કિસાન વિકાસ પાત્ર 1988માં લોન્ચ કરી હતી. આ સેવિંગ સ્કીમને લઇ લોન્ચ કરવામાં આવી હતી જેથી લોકો લોન્ગ ટર્મ માટે રોકાણ કરી શકે. એમાં વ્યાજની ગણતરી વાર્ષિક આધાર પર થાય છે.
આ સ્કીમમાં ઓછામાં ઓછા 1000 રૂપિયા રોકાણ કરી શકાય છે. એનાથી આગળ 100 મલ્ટીપલમાં કોઈ પણ રાશિ જમા કરાવી શકાય છે. આ વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ છે. મહત્તમ રોકાણની લિમિટ નથી. આ સ્કીમ હેઠળ રોકાણકાર પોતાના નામ પર ઘણા એકાઉન્ટ ખોલાવી શકે છે. વર્તમાનમાં આ સ્કીમનો ઇંટ્રેસ્ટ રેટ 6.9% હાથે જેને ઘટાડી 6.2% કરી દેવામાં આવ્યો હતો. ઇંટ્રેસ્ટની ગણતરી વાર્ષિક કમ્પાઉન્ડ છે.
10 વર્ષથી વધુ ઉમર થવા પર પોતાના નામ પર ખોલાવી શકો છો એકાઉન્ટ
એમાં ઓછી વયના બાળકો માટે ગાર્ડિયનના નામ પર એકાઉન્ટ ખોલાવી શકાય છે. એ ઉપરાંત ત્રણ લોકો સાથે મળીને જ્યોઇન્ટ એકઉન્ટ ખોલાવી શકાય છે. એ ઉપરાંત ત્રણ લોકો સાથે મળીને પણ એકાઉન્ટ ખોલાવી શકાય છે.
2.5 વર્ષનો લોક-ઈન પિરિયડ
આ સ્કીમમાં રોકાણ કરવા પર 2.5 વર્ષનો પિરિયડ પૂરો થયા પછી ઇમર્જન્સમાં તમે એમાંથી પોતાના પૈસા ઉપાડી શકો છો. જો તમને પૈસાની જરૂરત છે તો એના આધારે સરળતાથી લોન પણ લઇ શકો છો. આ એક રોકાણકારથી બીજા રોકાણકાર અને એક પોસ્ટ ઓફિસથી બીજી પોસ્ટ ઓફિસમાં સરળતાથયી ટ્રાન્સફર કરી શકાય છે.
Taxને લઇ નિયમ
ટેક્સ સંબંધિત નિયમની વાત કરીએ તો આમાં રોકાણ કરવા પર ટેક્સ ડિડક્શનનો ફાયદો મળતો નથી. આ સેક્સન 80સી હેઠળ કવર થતું નથી. કામની પર ટેક સંબંધિત વ્યાજ વાળી ઇનકમ પર ટેક્સ લાગે છે. આ તમારી ટોટલ ઇનકમમાં સામેલ થાય છે અને તમે જે ટેક્સ સ્લેબ આ આવો છો, એના હિસાબે ટેક્સ ભરવો પડે છે. કુલ ઇંટ્રેસ્ટ ઇનકમના 10% TDSના રૂપમાં કાપી લેવામાં આવે છે. મેચ્યોરિટી પિરિયડ પછી આ TDS કપાતો નથી.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31