Last Updated on April 1, 2021 by
સેવિંગની વાત આવે તો સામાન્ય રીતે લોકો બેન્ક અથવા તો પછી એવુ કંઇક પસંદ કરવાનો પ્રયાસ કરે છે જેમાં નિશ્વિત રિટર્ન મળી શકે. ખાસ કરીને નાની રકમને લઇને લોકો વધુ રિસ્ક નથી લેવા માંગતા. જો તમે પણ નાની રકમને એક નિશ્વિત સમયગાળા સુધી જમા કરીને મોટુ ફંડ એકઠુ કરવા માંગતા હોય તો પોસ્ટ ઑફિસની રેકરિંગ ડિપોઝિટ સ્કીમ તમારા માટે યોગ્ય સાબિત થઇ શકે છે. આ સ્કીમમાં તમને 7.10 ટકાનું વ્યાજ મળે છે. જેના દ્વારા તમે નાની રકમથી મોટુ ફંડ ઉભુ કરી શકો છો. ચાલો તમને જણાવીએ કેવી રીતે….
પોસ્ટ ઑફિસની રેકરિંગ ડિપોઝિટ સ્કીમમાં જો તમે 1000 રૂપિયા મહિનાના હિસાબે 7.10 ટકાના વ્યાજના હિસાબે આ એક વર્ષમાં 12,468.84 રૂપિયા હોય છે. તેને જો તમે 5 વર્ષ માટે વધારી દો છો તો ફક્ત 1000 રૂપિયા મહિના (જે દિવસના આશરે 33 રૂપિયા થશે)થી તમે 72,122.97 રૂપિયાનું ફંડ એકઠુ કરી શકો છો. 60 હજાર રૂપિયા તમારુ મૂળધન + 12,122.97 રૂપિયાનું વ્યાજ.
આ રીતે જમા કરી શકો છો રકમ
પોસ્ટ ઑફિસ રેકરિંગ ડિપોઝિટ સ્કીમનો લાભ લેવા માટે તમારે એક નિશ્વિત તારીખ પર દર મહિને પૈસા જમા કરાવવા પડશે. આ સ્કીમમાં તમે એકથી પંદર તારીખ સુધીમાં દર મહિને તમારા પૈસા જમા કરી શકો છો. જો તમે 1 તારીખે ખાતુ ખોલાવ્યું છે તો તમે મહિનાની 15 તારીખ સુધી ડિપોઝિટ કરી શકો છો. 16 તારીખે ખોલવામાં આવેલા ખાતામાં ડિપોઝિટનો અંતિમ મોકો મહિનાની છેલ્લી તારીખ સુધી હશે.
બે લોકો જોઇન્ટમાં ખોલાવી શકે છે ખાતુ
પોસ્ટ ઑફિસ રેકરિંગ ડિપોઝિટમાં એકથી વધુ ખાતુ પણ ખોલાવી શકાય છે. આ ખાતુ દેશની કોઇપણ પોસ્ટ ઑફિસ બ્રાન્ચમાં ખોલવામાં આવી શકે છે. ખાતાધારક ઇચ્છે તો 2 લોકો મળીને આ ખાતાને ઓપરેટ કરી શકે છે. ભારતીય પોસ્ટ વિભાગના દેશભરમાં ફેલાયેલા 1.5 લાખ પોસ્ટ ઑફિસ અનેક પ્રકારની બેંકિંગ અને રેમિટેંસ સેવાઓ પણ પ્રદાન કરે છે. જ્યાં અલગ અલગ સ્કીમ પર અલગ રિટર્ન મળે છે.
8.4 ટકા સુધી મળે છે વ્યાજ
પોસ્ટ ઑફિસની બચત યોજનાઓમાં 4 ટકાથી લઇને 8.3 ટકા સુધી વ્યાજ મળે છે. ઇન્ડિયા પોસ્ટની વેબસાઇટ પર તમને દરેક સ્કીમની પૂરતી જાણકારી સરળતાથી મળી શકે છે. પોસ્ટની 9 એવી બચત યોજનાઓ લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે. ખાસ કરીને સેવિંગ અને રેકરિંગને લગતી બચત યોજનાઓ કારણ કે આ યોજનાઓમાં ઓછા રોકાણ પર સારુ રિટર્ન મળે છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31