GSTV
Gujarat Government Advertisement

ફાયદો/ પીએમ મોદીએ પણ કર્યુ છે પોસ્ટ ઑફિસની આ ખાસ સ્કીમમાં રોકાણ, 1 લાખ પર મળશે 40 હજાર વ્યાજ

પોસ્ટ

Last Updated on March 5, 2021 by

નરેન્દ્ર મોદી દેશના વડા પ્રધાન બન્યા ત્યારથી તેમણે પોસ્ટ ઑફિસનો ઘણો પ્રચાર કર્યો છે. પાછલા કેટલાક સમયમાં, પોસ્ટ ઑફિસ બચત યોજનાઓ પ્રત્યે લોકોનું આકર્ષણ વધ્યું છે. પીએમ મોદીએ ખુદ ઈન્ડિયા પોસ્ટની યોજનાઓમાં પણ રોકાણ કર્યું છે. અહીં તમને સારા વળતર પણ મળે છે, તેની સાથે તે ખૂબ સલામત માનવામાં આવે છે. આજે અમે તમને એક એવી યોજના વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં તમે 1 લાખ રૂપિયાનું રોકાણ કરો છો, તો પાંચ વર્ષ પછી આ રકમ 1 લાખ 40 હજાર જેટલી થઇ જશે. વડા પ્રધાન મોદીએ ખુદ આ યોજનામાં રોકાણ કર્યું છે.

પોસ્ટ

શું છે પોસ્ટ ઑફિસની આ ખાસ સ્કીમ

National Savings Certificates એક વન ટાઇમ ઇન્વેસ્ટમેંટ છે. પોસ્ટ ઑફિસના નેશનલ સેવિંગ સર્ટિફિકેટ માટેનો મેચ્યોરિટી પીરિયડ 5 વર્ષનો છે. આ સ્કીમમાં હાલ 6.8 ટકાના વ્યાજ દર મળે છે, જે કંપાઉન્ડ ઇંટ્રેસ્ટ છે અને વાર્ષિક ધોરણે તેની ગણતરી થાય છે. જો કે, મેચ્યોરિટી પર વ્યાજ ચૂકવવામાં આવે છે. આ યોજનામાં, ઓછામાં ઓછા 1000 રૂપિયા અને 100 રૂપિયાના ગુણાકારમાં રકમ જમા કરાવી શકાય છે. રોકાણની મહત્તમ મર્યાદા નથી. તમે તેમાં રોકાણ કરીને કલમ 80 સી હેઠળ કપાતનો લાભ મેળવો છો. કલમ 80 સીની મર્યાદા 1.5 લાખ રૂપિયા છે.

પોસ્ટ

6.8% વ્યાજ દર

વળતરની વાત કરીએ તો, જો તેનો વ્યાજ દર હવે 6.8 ટકા છે. સરકાર દર ત્રિમાસિકમાં વ્યાજના દરની સમીક્ષા કરે છે. રોકાણકારોને વાર્ષિક ધોરણે ચક્રવૃદ્ધિનો લાભ મળે છે. આ હેઠળ જો તમે 1000 રૂપિયાનું રોકાણ કરો છો તો પાંચ વર્ષ પછી તમારી રકમ 1389.49 રૂપિયા થઈ જશે. એટલે કે વ્યાજની આવક 389.49 રૂપિયા હતી. આ રીતે, 10 હજાર રૂપિયાના રોકાણ માટે 3890 રૂપિયા અને 1 લાખના રોકાણના વ્યાજ રૂપે 38949 રૂપિયાનું વ્યાજ આવક છે.

પોસ્ટ

પીએમ મોદીએ પણ 84 હજારથી વધુનું રોકાણ કર્યું છે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નેશનલ સેવિંગ સર્ટિફિકેટમાં પણ રોકાણ કર્યું છે. ગયા વર્ષના ડેટા મુજબ પીએમ મોદીએ આ યોજનામાં 843124 રૂપિયાનું રોકાણ કર્યું છે. યોજનાની અન્ય સુવિધાઓ વિશે વાત કરતાં, તે ફક્ત પોસ્ટ ઑફિસમાં જ ખોલવામાં આવી શકે છે. 18 વર્ષની વ્યક્તિ, 3 લોકો જોઇન્ટ એકાઉન્ટમાં જોડાઈ શકે છે અને 10 વર્ષથી વધુ ઉંમરના સગીર આ યોજના હેઠળ ખાતું ખોલી શકે છે. એનએસસી પાંચ વર્ષ પહેલાં બંધ કરી શકાશે નહીં. જો કે, ખાતાધારકના મૃત્યુ પછી તેને બંધ કરી શકાય છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો