GSTV
Gujarat Government Advertisement

રોકાણ માટે સુરક્ષિત વિકલ્પ/ પોસ્ટ ઓફિસની આ સ્કિમ દ્વારા દર મહિને થશે કમાણી, આ રીતે ખોલાવો અકાઉન્ટ

સુરક્ષિત

Last Updated on February 28, 2021 by

પોસ્ટ ઓફિસમાં રોકાણ કરવું હંમેશા સુરક્ષિત વિકલ્પ રહે છે. અહીં તમારી રકમ પણ સુરક્ષિત રહે છે. અને વધુ સારુ રિટર્ન પણ મળે છે. પોસ્ટ ઓફિસમાં અનેક સ્કિમ ચાલે છે. લોકો પોતાની જરૂરત, સુવિધા અને બચતના હિસાબે અલગ-અલગ સ્કિમમાં રોકાણ કરે છે. મંથલી ઈનકમ સ્કિમ પણ એવી જ એક સરકારી સ્મોલ સેવિંગ્સ સ્કિમ છે જે તમને દર મહિને કમાણીનો ચાન્સ આપે છે. આ સ્કિમમાં રોકાણ કરવાછી દર મહિને તમને એક નક્કી કરેલ રકમની કમાણી થાય છે. આ સ્કિમ હેઠળ તમે સિંગલ અથવા જોઈન્ટ અકાઉન્ટ ખોલાવી શકો છો અને સંપૂર્ણ રકમ જમા કરી શકે છે.

તમારા રોકામ પર દર મહિને થાય છે કમાણી

આ ખાતામાં જમા કરવામાં આવેલ રકમના હિસાબે તમારા ખાતામાં દર મહિને કમાણી કરવામાં આવી રહી છે. આ સ્કિમ આમ તો 5 વર્ષની છે. એટલે કે તેની મેચ્યોરિટી અવધિ 5 ર્ષ છે. પરંતુ તેની આગળ પણ 5-5 વર્ષ માટે વધારી શકાય છે.

પોસ્ટ ઓફિસની સ્કિમમાં તમારા રોકાણ પર કોઈ જોખમ નથી રહેતું. અહીં તમારા રોકાણ પર સુરક્ષાની 100 % ગેરન્ટી હોય છે. પોસ્ટ ઓફિસ મંથલી ઈનકમ સ્કિમમાં કોઈ પણ ભારતીય નાગરિક રોકાણ કરી શકે છે. આગળ અમે તમને બતાવી રહ્યા છીએ, પોસ્ટ ઓફિસની MIS સ્કિમ હેઠળ કેવી રીતે અકાઉન્ટ ખોલાવી શકાય છે. અને તેમાં તમે કેટલી કમાણી કરી શકો છો.

આ સ્કિમમાં રોકણ કરવું છે વધુ સારું

પોસ્ટ ઓફિસ મંથલી ઈનકમ સ્કિમમાં રોકાણ કરવું તેમના માટે ખૂબ ફાયદા કારક છે જે દર મહિને એક નક્કી કરેલી રકમની કમાણી ઈચ્છતા હોય. આ સ્કિમમાં ખૂબ જ સુરક્ષિત રીતે ઈનકમ થાય છે. જેમણે નોકરી છોડ્યા બાદ અથવા રિટાયરમેંટ બાદ સંપૂરણ રાશિ મળે છે તેમના માટે આ સ્કિમ ખૂબ જ સારી છે. સંપૂર્ણ રકમ રોકાણ કરી તેનાથી દર મહિને નક્કી કરેલી કમાણી કરી શકાય છે. ઈન્સ્ટોલમેન્ટમાં રોકાણ કરવાની જગ્યાએ જમા રોકાણ કર દર મહિને રિટર્ન ઈચ્છતા લોકો માટે આ એક શાનદાર સ્કિમ છે.

વધુમાં વધુ કેટલી રકમ રોકાણ કરી શકીએ છીએ

પોસ્ટ ઓફિસની આ મંથલી ઈનકમ સ્કિમમાં સિંગલ અને જોઈન્ટ બંને પ્રકારના અકાઉન્ટ ખોલાવી શકાય છે. સિંગલ અકાઉન્ટમાં તમે વધુમાં વધુ 4.5 લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો. જ્યારે જોઈન્ટ અકાઉન્ટમાં તમે વધુમાં વધુ 9 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો. જોઈન્ટ અકાઉન્ટમાં 2 લાખની જગ્યાએ 3 વયસ્ક પણ હોઈ શકે છે. જો કે રોકાણની સીમા 9 લાખ રૂપિયા છે.

કેવી રીતે ખોલાવવું અકાઉન્ટ

આ સ્કિમ હેઠળ અકાઉન્ટ ખોલાવવા માટે પોસ્ટ ઓફિસમાં તમારું સેવિંગ અકાઉન્ટ હોવું જરૂરી છે. ખાતુ ખોલાવવા માટે તમારે ID પ્રૂફ આપવું પડશે. એના માટે તમારા માટે આધાર કાર્ડ, વોટર ID, DL અથવા પાસપોર્ટ વગેરે આપવું પડશે. આ સાથે જ તમારા પાસપોર્ટ સાઈઝના ફોટાની પણ જરૂરત પડશે. એડ્રેસ પ્રૂફ માટે સરકારી વિભાગ દ્વારા રજૂ કરેલ ID કર્ડ, વિજળી વિલ, નગર નિગમ બિલ, નિવાસ પ્રમાણ પત્ર અથવા અન્ય પ્રૂફ હોવું જોઈએ.

ફોર્મ ભરતા સમયે આપવું પડશે નોમિનીનું નામ

આ ડોક્યૂમેન્ટને લઈને તમારે પોસ્ટ ઓફિસ જવું પડશે. ત્યાં પોસ્ટ ઓફિસ મંથલી ઈનકમ સ્કિમનું ફોર્મ ભરવું પડશે. આ ફોર્મને ઓનલાઈન પણ ડાઉનલોડ કરી શકાય છે. અને પછી પ્રિંટ કરીને પણ ભરી શકાય છે. આ ફોર્મ ભરી તમામ ડોક્યુમેન્ટ સાથે જમા તમે આ ખાતું ખોલાવી શકો છો. ફોર્મ ભરતા સમયે તમારે નોમિનીનું નામ પણ આપવું પડશે. ખાતું ખોલાવતા સમયે શરૂઆતમાં 1000 રૂપિયા કેશ અથવા ચેક દ્વારા જમા કરાવવાના રહેશે.

Post Office

કેવી રીતે મળશે લાભ

સરકારે વર્તમાન ત્રિમાલિક માટે પોસ્ટ ઓફિસ મંથલી ઈનકમ સ્કિમ માટે 6.6 % વાર્ષિક વ્યાજ નક્કી કરવામાં આવ્યું છે. માની લ્યો કે તમે જોઈન્ટ અકાઉન્ટ દ્વારા પોસ્ટ ઓફિસ મંથલી ઈનકમ સ્કિમમાં 9 લાખ રુપિયા જમા કર્યા છે. હવે આ રકમ પર 6.6 % વાર્ષિક દરના હિસાબે કુલ વ્યાજ 59,400 રૂપિયા હશે.

આ રકમ વાર્ષિકના 12 મહિનામાં વેંચવામાં આવે તો આ પ્રકારે દર મહિને વ્યાજ લગભગ 4950 રૂપિયા હશે. સિંગલ અકાઉન્ટ દ્વારા 4,50,000 રૂપિયાના રોકાણ પર તમને દર મહિને વ્યાજ તરીકે 2475 રૂપિયાની કમાણી થશે.  

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો