Last Updated on April 8, 2021 by
રૂપિયાની સુરક્ષા દરેક કરવા ઇચ્છે છે. તેથી મોટાભાગના લોકો પોતાના રૂપિયાને એ જગ્યાએ રોકાણ કરી રહ્યા છે, જ્યાં જોખમ ઓછું હોય. પરંતુ ફિક્સ્ડ ડિપોઝિટમાં વ્યાજદર ઓછો અને લોક ઇન હોવાના કારણે રોકાણકારો મુંઝવણમાં મુકાતા હોય છે કે, રોકાણ ક્યાં કરવું જેથી ઝડપથી રૂપિયા વધી પણ જાય અને સુરક્ષિત પણ રહે. જો તમે પણ આવી જ કોઇ સ્કીમ શોધી રહ્યા છો, તો આ સ્કિમ તમને પોસ્ટ ઓફિસમાં મળી જશે. જ્યાં તમને ઓછામાં ઓછું રોકાણ કરી મોટી રકમ મેળવી શકો છો.
પોસ્ટ ઓફિસની રેકરિંગ ડિપોઝિટ સ્કીમમાં રોકાણકારોને 7.10 ટકા લેખે વ્યાજ મળે છે. જો તમે 1500 રૂપિયાનું દર મહિને રોકાણ કરો છો તો તમને એક વર્ષમાં 1278 રૂપિયા વ્યાજ મળે છે અને તમારા રૂપિયા પણ સુરક્ષિત રહે છે. એટલે કે વર્ષે 18000 રૂપિયા જમા કરવા પર તમને 19,278 રૂપિયા મળશે.
આવી રીતે મળશે 96,390 રૂપિયા
જો તમે પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં પાંચ વર્ષ માટે રોકાણ કરો છો, તો તમારા ફંડ 19,278 રૂપિયાના હિસાબથી કુલ 96,390 રૂપિયા થઇ જશે. પોસ્ટ ઓફિસ રેકરિંગ ડિપોઝિટ સ્કીમનો લાભ લેવા માટે તમને એક નક્કી કરેલી તારીખ પર દર મહિને રૂપિયા જમા કરાવવા પડશે. આ સ્કીમમાં તમે 1થી 15 તારીખ સુધીમાં દર મહિના રૂપિયા જમા કરી શકો છો. જો તમે 1 તારીખે એકાઉન્ટ શરૂ કરાવ્યું છે, તો તમે મહિનાની 15 તારીખ સુધી ડિપોઝિટ જમા કરી શકો છો. 16 તારીખે ખોલાવેલા અકાઉન્ટમાં ડિપોઝિટની અંતિમ તક મહિનાની છેલ્લી તારીખ સુધી હશે.
કેવી રીતે રૂપિયા જમા કરવા
ભારતીય પોસ્ટ વિભાગની દેશભરમાં 1.5 લાખ પોસ્ટ ઓફિસ છે, જે અનેક પ્રકારની બેંકિંગ અને રેમિટન્સ સેવાઓ પણ આપે છે. જ્યાં જુદી-જુદી સ્કીમ પર અલગ રિટર્ન મળે છે. આ જગ્યાઓ પર તમે તમારા રૂપિયા જમા કરાવી શકો છો. આ બધી સ્કીમ સરકારી હોવાના કારણે તમારા રૂપિયા સુરક્ષિત રહેશે. પોસ્ટ ઓફિસમાં મોટાભાગે 4 ટકાથી લઇ 8.3 ટકા સુધી વ્યાજ મેળવી શકો છો. પોસ્ટ ઓફિસની રેકરિંગ અને સેવિંગ યોજનાઓ સામાન્ય લોકો વચ્ચે ખૂબ જ લોકપ્રિય છે, કારણ કે તેમાં રૂપિયા સુરક્ષિત રહેવાની સાથે વ્યાજ પણ સારું મળે છે.