GSTV
Gujarat Government Advertisement

નસીબ હોય તો આવા/ રેસ્ટોરન્ટમાંથી 163 રૂપિયાની લાવી ડીશ અને કિસ્મત ચમકી, આજે બની ગઈ કરોડોની માલિક

ડીશ

Last Updated on March 26, 2021 by

ભાગ્ય અને કિસ્મતનો ખેલ નિરાળો હોય છે જે લોકો ભાગ્યમાં માનતા નથી એમને પણ માનવું પડે તેવો એક કિસ્સો બન્યો છે. થાઇલેન્ડની એક ગરીબ મહિલાને ૧૬૩ રુપિયાની ભોજનની એક ડીશમાંથી ૨ કરોડ રુપિયાનું ઓરેંજ મેલો મોતી મળ્યું છે. આ મોતી મળવાની સાથે જ તેનું કિસ્મત બદલાઇ ગયું છે. કોડચાકોર્ન નામની મહિલાએ ૧૬૩ રુપિયાની કિંમતનું પેકિંગ સી ફૂડ ખરીદયું હતું. ઘર જઇને કાપ્યું ત્યારે તેને પથ્થર જેવી વસ્તુ લાગી હતી. તેને ધ્યાનથી જોયું ત્યારે ખ્યાલ આવ્યો કે સી સ્નેઇલની અંદરથી જે વસ્તુ નિકળી તે પથ્થર નહી પરંતુ ઓરેંજ મેલો મોતી છે.

ડીશ

મહિલાએ સારવાર માટે મોતી વેચવાનો નિર્ણય કર્યો

આ મહિલા ભલે ગરીબ હતી પરંતુ સી ફૂડ અને મરીન કલ્ચર વિશે જાણતી હતી. ઓરેંજ મેલો અંગેની વાત તેને કોઇને પણ જણાવી નહી. આ કિંમતી પર્લ વિશે જાણ થશે તો રેસ્ટોરન્ટવાળા પાછું માગશે એવો સૌથી વિશેષ ડર હતો. આ ઘટના ૩૦ જાન્યુઆરી આસપાસની છે. હવે તેની માતાને કેન્સરની બીમારી હોવાનું બહાર આવ્યું છે અને પિતા પણ બિમાર રહે છે ત્યારે સારવાર માટે મોતી વેચવાનો નિર્ણય કર્યો. તેને એનકેન રીતે એ જાણી લીધું કે આ એક કિંમતી અને અતિ દુલર્ભ મોતી છે જેને પણ મળે છે અને વેચે છે તે ન્યાલ થઇ જાય છે.

ડીશ

ચીનના એક બિઝનેસમેને ૨ કરોડની ઓફર કરી

એક બિઝનેસમેને આ મોતીના ૨૧ લાખ રુપિયા આપવાની વાત કરી પરંતુ આટલી કિંમતમાં વેચવાનો ઇન્કાર કરી દીધો. માધ્યમો દ્વારા જેમ જેમ વાત ફેલાતી ગઇ તેમ મોતીની ઓફર કિંમત વધવા લાગી હતી. છેવટે ચીનના એક બિઝનેસમેને ૧૦ મિલિયન થાઇ બાટ એટલે કે ભારતની કરન્સી મુજબ ૨ કરોડની ઓફર કરી છે. કહેવાય છે ને કે લાલચ બૂરી ચીજ છે. હજુ પણ વધુ કિંમત મેળવવાની આશાએ મહિલાએ મોતી વેચ્યું નથી.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો