Last Updated on March 15, 2021 by
પોલેન્ડમાં 50 વર્ષનો એક શખ્સ છેલ્લા છે જે ડ્રાઇવિંગ શીખી રહ્યો છે. તમને થશે એમાં ન્યુઝ જેવું શું છે? તો મિત્રો હા તેમાં ન્યુઝ જેવું જ નહિ પરંતુ વર્લ્ડ રેકોર્ડ પણ છે. આ વ્યક્તિ છેલ્લા 17 વર્ષથી ડ્રાઇવિંગ શીખી રહ્યો છે અને 192 વખત ડ્રાઇવિંગ ટેસ્ટ આપી ચુક્યો છે. અને મજાની વાત તો એ છે કે તે દરેક વખતે ડ્રાઇવિંગ ટેસ્ટમાં ફેલ જ થયો છે. જે આ દેશનો એક રેકોર્ડ છે. બે દશકથી ડ્રાઇવિંગ ટેસ્ટ આપતો આ શખ્સ 1 લાખથી વધુની ફી પણ ભરી ચુક્યો છે.
જણાવી દઈએ કે પોલેન્ડમાં ડ્રાઈવર લાયસન્સ માટે કોઈ પણ વ્યક્તિએ પહેલા એક થિયરી ટેસ્ટ આપવી પડે છે અને ત્યારબાદ એક પ્રેક્ટિકલ ટેસ્ટ આપવાની હોય છે. ખાસ વાત તો એ છે કોઈ પણ પુખ્ત વયની વ્યક્તિ ગમે તેટલી વખત આ પરીક્ષા આપી શકે છે. આ પરીક્ષામાં પાસ થવાનો રેશિયો થિયરી રેટ માટે 50 થી 60% હોય છે જયારે પ્રેક્ટિકલ માટે 40% હોય છે.
સામાન્ય રીતે લોકો બીજા અથવા વધુમાં વધુ ત્રીજા પ્રયાસમાં આ પરીક્ષા પાસ કરી લેતા હોય છે. એક અહેવાલ મુજબ, આ પહેલા એક વ્યક્તિએ ડ્રાઇવિંગ ટેસ્ટ પાસ કરવા માટે 40 વખત પ્રયાસ કર્યા હતા. ઉપરાંત પોલેન્ડના ઓપોલ શહેરમાં એક વ્યક્તિએ ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે 113 વખત પ્રયાસો કર્યા હતા.
આ કેસ સામે આવ્યા બાદ હવે વહીવટી તંત્ર એ વાત પર વિચાર કરી રહ્યું છે કે શું કોઈ વ્યક્તિને ડ્રાઇવિંગ ટેસ્ટ પાસ કરવા માટે અમર્યાદિત તકો આપવી જોઈએ. ડ્રાઇવિંગ ઇન્સ્ટ્રક્ટર સ્ટેનિસ્લોએ કહ્યું છે કે પોલેન્ડમાં 20 અથવા 30 થી વધુ તકો ન આપવી જોઈએ. કોઈ પણ વ્યક્તિ માટે આટલા પ્રયાસો પૂરતા છે તે સાબિત કરવા માટે કે તે ડ્રાઇવિંગ માટે ગંભીર છે કે નહીં. જો કોઈ વ્યક્તિ ડ્રાઇવિંગના નિયમોને લઈને સતર્ક નથી તો તે ડ્રાઇવિંગ ટેસ્ટ પાસ નહીં કરી શકતો તો તેણે રસ્તા પર પણ ન હોવું જોઈએ. કારણ કે તે અન્ય લોકો માટે જોખમી છે.
આ પહેલા, અન્ય એક અહેવાલ મુજબ, 42 વર્ષની એક વ્યક્તિએ 158 વખત પ્રયાસ કર્યા બાદ પોતાનો ડ્રાઇવિંગ ટેસ્ટનો થિયરી પાર્ટ પાસ કરી લીધો હતો. જોકે પોલેન્ડના આ વ્યક્તિને દક્ષિણ કોરિયાની એક મહિલા મજબૂત પડકાર આપી રહી છે. વર્ષ 2009માં આ મહિલા તે સમયે સમાચારોમાં આવી હતી જયારે તેણે ડ્રાઇવિંગ ટેસ્ટ પાસ કરવા માટે આશ્ચર્યજનક રીતે 950 વખત પ્રયાસો કર્યા હતા. જોકે, ત્યારબાદ પણ તે પાસ નહોતી થઇ શકી.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31