GSTV
Gujarat Government Advertisement

કામની વાત / પંજાબ નેશનલ બેંકના ગ્રાહકો સારા સમાચાર, આ એપથી ઘરબેઠા મળશે બેંકની તમામ સૂવિધાઓ

Last Updated on March 10, 2021 by

સાર્વજનિક ક્ષેત્રની બીજી સૌથી મોટી બેંક પંજાબ નેશનલ બેંક પોતાના ગ્રાહકોની સૂવિધાને ધ્યાને રાખતા સતત ખુદને અપડેટ કરી રહી છે. PNB ONE મોબાઈલ એપ આ દિશામાં ભરેલુ એક શાનદાર પગલુ છે. આ સૂપર મોબાઈલ એપમાં એકસાથે કેટલાક ફીચર્સ સામેલ કરાયા છે. જેનાથી કસ્ટમર્સને એક પ્લેટફોર્મ પર તમામ સૂવિધાઓ મળી જશે. આ એપની મદદથી બેંકના ગ્રાહક 24 કલાક જરૂરીયાત મુજબ પોતાના ફાઈનાન્શિયલ વર્ક દુનિયાના કોઈપણ ખૂણામાંથી કરી શકે છે. આ મોબાઈલ એપ પુરી રીતે સૂરક્ષિત છે. તેમાં બાયોમેટ્રિક ઉપરાંત મોબાઈલ પિનના સેફટી ફીચર્સ આપવામાં આવ્યા છે. આ એપ પર ફ્રોડની સંભાવના ઘણી ઓછી હોય છે.

ઘરબેઠા મળશે આ સૂવિધાઓ

PNB ONE એપની મદદથી ફાઈનાન્શિયલ ટ્રાંઝેક્શન, રિચાર્જ, અકાઉન્ટ ડિટેલ્સ, UPI સર્વિસ, મની ટ્રાંસફર, પે ટૂ કોન્ટેક્ટ, FDમાં રોકાણ કરવુ ઘણુ સરળ છે. માત્ર એક ટેબ પર તમામ સૂવિધા ઉપલબ્ધ છે. Pay to contact હેઠળ જો કોન્ટેક્ટ ડિટેઈલમાં કોઈપણ પાસે પંજાબ નેશનલ બેંકનુ ખાતુ છે તો તેને માત્ર નંબરની મદદથી પૈસા ટ્રાંસફર કરાઈ શકે છે. ડેબિટ કાર્ડ ઓન-ઓફ દ્વારા કાર્ડને તત્કાલ ધોરણે ખોલી કે બંધ કરી શકાય છે. સૂકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ જો ખાલુ ખોલાયેલુ છે તો તેની મદદથી પેમેંટ કરી શકો છો. આ એપની મદદથી ડેબિટ કાર્ડ માટે ગ્રીન પીન જનરેટ કરી શકો છો. અને તેની મદદથી ATM પર જઈને પાસવર્ડ જનરેટ કરી શકો છો.

આ મોબાઈલ એપની મદદથી ફંડ ટ્રાંસફર કરવુ ઘણુ સરળ બનશે. કોઈ લાભ વિના મિનિટોમાં કોઈને પૈસા ટ્રાન્સફર કરી શકાય છે. આ સિવાય ટર્મ ડિપોઝિટ, રિકરિંગ ડિપોઝિટ, મ્યુચ્યુઅલ ફંડ અને વીમામાં રોકાણ કરી શકાય છે. આ એપ્લિકેશન UPI વ્યવહારોને પણ સપોર્ટ કરે છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો