Last Updated on March 15, 2021 by
ઘર અથવા કમર્શિયલ પ્રોપર્ટી ખરીદવા વાળા લોકો માટે દશની બીજી સૌથી મોટી સરકારી બેન્ક પંજાબ નેશનલ બેન્ક(PNB) સુવર્ણ તક આપી રહી છ. પીએનબી પોતાના મેઘ ઓક્સનમાં મકાન, દુકાન અને પ્લોટ ખરીદવા માટે સારી તક આપી રહી છે. પીએનબી 15 માર્ચ એટલે આજે ઈ-હરાજી (PNB Mega E-Auction) આયોજિત કરી રહી છે. આ મેઘ ઈ-ઓક્શનમાં ભાગ લઇ તમે ખુબ સસ્તામાં ઘર, સુકાન અથવા પ્લોટ ખરીદી શકો છો. બેન્ક દેવામાં ડૂબેલી રકમને પરત લેવા માટે ગીરો રાખેલી પ્રોપર્ટીની હરાજી કરશે.
આ પ્રોપર્ટીની થઇ રહી છે હરાજી
15 માર્ચ 2021ના રોજ થનાર પીએનબીના આ ઓક્શનમાં 6,350 રેસિડેન્શિયલ, 1,691 કમર્શિયલ, 922 ઇન્ડસ્ટ્રીયલ અને 14 એગ્રિકલચર પ્રોપર્ટીઝ છે. આ એ પ્રોપર્ટી છે કે ડિફોલ્ટની સૂચિમાં આવી ગઈ છે. PNBએ ટ્વીટ કરી આ નીલામી અંગે જાણકારી આપી છે.
પીએનબીએ પોતાના ટ્વીટમાં જણાવ્યું કે, તમારે આ મિસ કરવું જોઈએ નહિ! એ પહેલા કે આ શાનદાર મોકો હાથમાંથી જતો રહે, એને પકડી લેવો. 15 માર્ચ 2021ના રોજ આયોજિત થઇ રહેલ PNB ઈ-ઓક્શન દ્વારા રેસિડેન્શિયલ અને કોમર્શિયલ પ્રોપર્ટી સસ્તામાં ખરીદો. વધુ જાણકારી માટે પોર્ટલ https://ibapi.in પર જાઓ.
E-Auctionમાં ભાગ લેવા માટે શું છે જરૂરી
- ઈ-હરાજીની નોટિસમાં આવેલી સંબંધિત સંપત્તિ માટે ઈએમડી એટલે અર્નેસ્ટ મની જમા
- સંબંધિત બેન્ક શાખામાં ‘KYC ડોક્યુમનેટ્સ’ બતાવવું પડશે.
- હરાજીમાં સામેલ થવા વાળા વ્યક્તિ પાસે ડિજિટલ સિગ્નેચર હોવી જોઈએ. નહિ તો એના માટે ઈ-હરિજીકર્તા અથવા અન્ય અધિકૃત એજન્સીથી સંપર્ક કરી શકે છે.
- સંબંધિત શાખામાં એમડી જમા કરવા અને કેવાયસી ડોક્યુમેન્ટ બતાવવા માટે બોલી લગાવવા વાળા ઈ-મેઈલ આઈડી પર ઈ-હરજીકર્તા આઈડી અને પાસવર્ડ મોકલશે.
- હરાજીના નિયમ અનુસાર ઈ-હરાજીના દિવસે સમય પર લોગ-ઈન કરી બોલી લગાવી શકો છો.
- આ પહેલા પાંચ માર્ચના રોજ પંજાબ નેશનલ બેન્કએ મેગા ઈ-ઓક્શનની શરૂઆત કરી હતી. આ પહેલા લોકોને ગાડી, ઘર અને દુકાન ખરીદવા માટે શાનદાર મોકો બેન્ક દ્વારા આપવામાં આવતો હતો.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31