GSTV
Gujarat Government Advertisement

રાજીનામુ/ વડા પ્રધાનના પ્રિન્સિપલ એડવાઈઝર બની શકે છે રાજ્યપાલ, મોદી આપશે વફાદારીનો બદલો

Last Updated on March 17, 2021 by

વડા પ્રધાનના પ્રિન્સિપલ એડવાઈઝર પી. કે. સિંહાએ આજે રાજીનામું આપ્યું હતું. રાજીનામુ અંગત કારણોસર આપ્યાનું તેમણે જણાવ્યુ હતુ. અલબત્ત, તેમને પોંડિચેરી કે પછી દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર બનાવાય અથવા કોઈ બંધારણીય પદ પર ગોઠવવામાં આવે તેવી પુરી શક્યતા છે. પી.કે. સિંહા એકમાત્ર એવા આઈએએસ અધિકારી છે, જેમને કેબિનેટ સેક્રેટરી તરીકે 3 વખત એક્સ્ટેન્શન મળ્યું હોય.

1977ની ઉત્તર પ્રદેશ બેચના અધિકારી સિંહા માટે ખાસ પ્રાઈમ મિનિસ્ટર્સ ઓફિસમાં પ્રિન્સિપલ સેક્રેટરી માટે ખાસ પોસ્ટ ઉભી કરવામાં આવી હતી. વડા પ્રધાનના પ્રિન્સિપલ સેક્રેટરી પી.કે. મિશ્રા અને નેશનલ સિક્યુરિટી એડવાઈઝર દોવાલને સોંપાયેલા વિભાગો સિવાયના તમામ વિભાગો પર સિંહા નજર રાખતા હતા. વડા પ્રધાને તેમને મોટી જવાબદારી સોંપી હતી.

વડા પ્રધાન

યુપીએ સરકાર વખતે પણ સિંહા કેન્દ્રમાં જ હતા અને વિવિધ 3 મંત્રાલયમાં તેમણે કામ કર્યું હતું. મોદી વડા પ્રધાન બન્યા પછી તેમણે સિંહાને પોતાની ટીમમાં લીધા હતા. શરૂઆતમાં સિંહા ઊર્જા મંત્રાલયમાં સેક્રેટરી હતા અને ત્યારે દેશની ઊર્જા ઉત્પાદન ક્ષમતામાં અસાધારણ વધારો જોવા મળ્યો હતો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો