Last Updated on March 29, 2021 by
જરૂરિયાતમંદ વર્ગની મહિલાઓ માટે શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (Pradhan Mantri Ujjwala Yojana)નો સરકારે વધુ વિસ્તાર કર્યો છે. હવે મહિલાઓ ઘરે બેઠા આ યોજના અંતર્ગત LPG સિલિન્ડર હાંસેલ કરી શકે છે. તેના માટે કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે અને કેવી રીતે અરજી કરવાની છે, તે તમે અહીં વાંચી શકો છો.
BPL પરિવારો માટે બનાવવામાં આવી છે યોજના
જાણી લો કે આ યોજના ફક્ત BPL કાર્ડધારક પરિવારો માટે બનાવવામાં આવી છે. પરિણામે આ યોજનામાં ફક્ત BPL શ્રેણીમાં આવતા લોકો જ પાત્ર છે. જો તમે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (Pradhan Mantri Ujjwala Yojana) નો લાભ લેવા માગતા હોય તો તમારે ઉજ્જવલા ગેસ કનેક્શન માટે રજીસ્ટ્રેશન કરાવવુ પડશે. આ કનેક્શન મેળવવા માટે BPL કાર્ડધારક પરિવારની કોઇ મહિલા અરજી કરી શકે છે.
વેબસાઇટ પર જઇને ડાઉનલોડ કરો ફોર્મ
આ યોજનાનો ફાયદો લેવા માટે સૌથી પહેલા તમારે pmujjwalayojana.com વેબસાઇટ પર જવાનું છે. અહીં તમારી સામે એક ડાઉનલોડ ફોર્મનો ઓપ્શન હશે. તે ફોર્મને ડાઉનલોડ કરીને તેમાં પૂછવામાં આવેલી જાણકારી ભરી દો. આ ફોર્મની પ્રિન્ટ આઉટ કાઢીને તમારા LPG ડિસ્ટ્રીબ્યૂટરના ત્યાં જમા કરાવી દો. આ ફોર્મ સાથે સંબંધિત દસ્તાવેજ પણ અટેચ કરી દો. તમારા દસ્તાવેજ વેરિફાય કરવામાં આવશે અને બધુ જ યોગ્ય હશે તો તમને આ યોજના અંતર્ગત LPG કનેક્શન આપવામાં આવશે.
આ ડોક્યુમેન્ટ્સનું રાખો ધ્યાન
ઉજ્જવલા યોજનામાં અરજી કરતી વખતે તમારે તમારો મોબાઇલ નંબર, બર્થ સર્ટિફિકેટ, આધાર કાર્ડ, રાશન કાર્ડની ફોટો કૉપી, બીપીએલ કાર્ડ, બીપીએલ યાદીમાં નામની પ્રિન્ટ, પાસપોર્ટ સાઇઝ ફોટો, બેન્ક ખાતાની ફોટો કૉપી જમા કરાવવાની રહેશે. આ યોજનામાં ફક્ત BPL મહિલા જ અરજી કરી શકે છે. અરજદારની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઇએ. સાથે જ તમારી પાસે બીપીએલ કાર્ડ અને રાશન કાર્ડ પણ હોવુ જોઇએ.
પહેલાથી ના હોવુ જોઇએ કોઇ LPG કનેક્શન
આ યોજના અનુસાર અરજદાર મહિલાના પરિવારના કોઇપણ સભ્યના નામે પહેલાથી કોઇ LPG કનેક્શન ન હોવુ જોઇએ. સરકાર અનુસાર દેશમાં હજુ પણ આશરે 1 કરોડ ઘર LPG કનેક્શન વિનાના છે તેમાંથી મોટાભાગના લોકો આર્થિક રૂપે નબળા છે, તેથી સરકાર હવે પીએમ ઉજ્જવલા યોજના અંતર્ગત દરેક ઘર સુધી LPG કનેક્શન પહોંચાડવાની મુહિમમાં લાગેલી છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31