GSTV
Gujarat Government Advertisement

મોદીનો સત્યાગ્રહ: વડાપ્રધાન મોદીએ ગજબ કરી ! લખેલા પુસ્તકમાં પણ બાંગ્લાદેશની ઐતિહાસિક ક્ષણનો ઉલ્લેખ કરવાનું ભૂલી ગયા

Last Updated on March 27, 2021 by

વડાપ્રધાન મોદી હાલ બાંગ્લાદેશના બે દિવસના પ્રવાસે છે. અહીં તેઓ બાંગ્લાદેશની આઝાદીના જશ્નમાં ભાગ લેવા માટે પહોંચ્યા છે. વડાપ્રધાન મોદીએ અહીં અલગ અલગ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. આજે પણ તેઓ મા કાળીના દર્શન કરવા અને પૂજા અર્ચન કરવા પહોંચ્યા હતા.

જો કે, વડાપ્રધાન મોદીનો કોરોનાકાળમાં આ પ્રથમ વિદેશ પ્રવાસ છે. વડાપ્રધાન મોદીના પ્રવાસને લઈને સોશિયલ મીડિયા પર અનેક વાતો ચગી રહી છે. ત્યારે આ તમામની વચ્ચે વડાપ્રધાનની એક વાત ખૂબ ચર્ચાનો વિષય બની છે.

20-22ની ઉંમરે મારા સાથીઓ સાથે સત્યાગ્રહ કર્યો હતો

અહીં ઢાકામાં આયોજીત એક કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યુ હતું કે, બાંગ્લાદેશની આઝાદીના સંઘર્ષમાં શામેલ થવાનું, મારા જીવનના આંદોલનમાં શામેલ થવાનું એક હતું. મારી ઉંમર 20-22 વર્ષ હશે, જ્યારે મેં અને મારા કેટલાય સાથીઓએ બાંગ્લાદેશના લોકોની આઝાદી માટે સત્યાગ્રહ કર્યો હતો. હાલ બંગાળમાં પણ પ્રથમ તબક્કાનું મતદાન થઈ રહ્યુ છે. ત્યારે હવે આ મુદ્દાએ રાજકીય રૂપ પણ ધારણ કર્યુ છે. લોકો વડાપ્રધાન મોદીની આ વાતનો ખુલાસો માગી રહ્યા છે. જો કે, ભારતીય જનતા પાર્ટી તરફથી હજૂ સુધી આ અંગે કોઈ પ્રતિક્રિયા આવી નથી.

જો કે, આ વડાપ્રધાન મોદીએ આ ભાષણ ભલે બાંગ્લાદેશની ધરતી પર આપ્યુ હોય, પણ હવે તે ભારતીય ટીવીની ડિબેટોનો વિષય પણ બની ગયો છે. પત્રકાર અભિનવે પણ પોતાના સાથી પત્રકારને સણસણતો જવાબ આપતા આ વાત પર વધારે પ્રકાશ પાડ્યો છે.

હકીકતમાં તેમણે ટ્વીટ કરીને પુરાવા સાથે જણાવ્યુ છે કે, ગજબ વાત કહેવાય કે, વડાપ્રધાન મોદી ખુદ તેમણે લખેલી પુસ્તકમાં પણ આ વાતનો ઉલ્લેખ કરી શક્યા નથી. પીએમ મોદી વિશે લખાયેલી કેટલીય જીવનકથામાં તેનો ક્યાંય ઉલ્લેખ મળતો નથી.

અભિનવ આગળ ટ્વિટમાં જણાવે છે કે, હું એ દાવા સાથે કહી શકુ છું કે, ભાજપના તમામ નેતા અને પ્રબુદ્ધ લોકોએ આ પુસ્તક ખોલીને જોઈ પણ નહીં હોય. જોઈ હોય તો આ પુસ્તકનો ટૂલ કિટ તરીકે ઉપયોગ ન કરત.

ત્યારે હવે ગુજરાતમાં પણ આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. હકીકતમાં જોઈએ તો, ફેસબુકના પ્લેટફોર્મ પર સંજય ગઢિયા નામના યુઝર્સે પણ આ મુદ્દાને ધ્યાને લઈને મોટી જાહેરાત કરી છે. હકીકતમાં તેમણે ચેલેન્જ આપી છે કે, વડાપ્રધાન મોદીએ બાંગ્લાદેશમાં કહેલી આ વાતને સાબિત કરી બતાવે તો, તેને એક લાખ ને અગિયાર હજાર રૂપિયાનું ઈનામ આપવામાં આવશે. જો કે, હજૂ સુધી કોઈએ આ ચેલેન્જ સ્વિકારી નથી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો