Last Updated on March 11, 2021 by
કોવિડ વૈક્સીન સર્ટિફિકેટ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ફોટાએ ભારે હોબાળો મચાવ્યો છે.ત્યારે હવે સ્વાસ્થ્ય મંત્રાલયે નિર્ણય કર્યો છે કે, ચૂંટણીવાળા રાજ્યોમાં અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વૈક્સીન સર્ટિફિકેટ પર પીએમ મોદીની તસ્વીર નહીં લાગે. સ્વાસ્થ્ય મંત્રાલયે ચૂંટણી પંચની ફટકાર બાદ આ નિર્ણય લીધો છે. પશ્ચિમ બંગાળમાં સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ ચૂંટણી પંચને આ મામલે ફરિયાદ કરી હતી. પાર્ટીએ આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો હતો.
વૈક્સિન સર્ટિફિકેટમાંથી ફોટાઓ હટાવવાનો આદેશ આપ્યો
પશ્ચિમ બંગાળ, કેરલ, તમિલનાડૂ, પુડુચેરી, આસામમાં વૈક્સીન લગાવ્યા બાદ આપવામાં આવતા સર્ટિફિકેટમાં પીએમ મોદીનો ફોટો હવે નહીં લાગે. આ નિર્ણય સ્વાસ્થ્ય મંત્રાલયના નિર્ણય બાદ જાહેર કરવામાં આવ્યો છે. પશ્ચિમ બંગાળ વિધાનસભાને ધ્યાને રાખીને ટીએમસીએ ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી કે, પીએમ મોદી ફ્રન્ટ લાઈન વર્કર્સનું શ્રેય છીનવી પોતાની તાકાતનો દૂરૂપયોગ કરી રહ્યા છે.
ટીએમસીએ કરી હતી ફરિયાદ
પોતાની ચિંતાઓને દૂર કરવા માટે ટીએમસી સાંસદ ડેરેક ઓ બ્રાયને ઈસીઆઈને પત્ર લખ્યો હતો. તેમણે લખ્યુ હતું કે, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવતા પ્રમાણપત્ર પર પોતાની તસ્વીર, નામ અને સંદેશો નાખીને ન ફક્ત પોતાનું પદ અને શક્તિઓનો દુરૂપયોગ કરે છે. પણ ફ્રન્ટલાઈન વર્કર્સનું સરાહનીય શ્રેય પણ છીનવી રહ્યા છે. આ ફરિયાદ પર કાર્યવાહી કરતા ચૂંટણી પંચે ગત 6 માર્ચના રોજ વૈક્સિન સર્ટિફિકેટ્સ પરથી પીએમ મોદીનો ફોટો હટાવાનું કહ્યુ હતું.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31