GSTV
Gujarat Government Advertisement

મોદી એટલે મોદી / મહિલા દિવસ પર તામિલનાડુ, બંગાળ અને કેરળ સહિત 5 રાજ્યોમાંથી કરી ખરીદી, શું બીજા રાજ્યોમાં ફેમસ વસ્તુઓ નથી!

Last Updated on March 8, 2021 by

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ મહિલાઓને ધન્યવાદ પાઠવ્યા. આ સાથે સોમવારે પીએમ મોદીએ કેટલીક ખાસ શોપિંગ પણ કરી છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને તેની જાણકારી આપી છે. મહિલા દિવસે મહિલા ઉદ્યમીઓ, ડિઝાઈનરો દ્વારા તૈયાર કરેલ કેટલોક સામાન ખરીદ્યો છે.

પીએમ મોદીએ તમામ વસ્તુઓની ટ્વિટ કરીને જાણકારી આપી

પીએમ મોદીએ તમામ વસ્તુઓની ટ્વિટ કરીને જાણકારી આપી છે. જેમાં તમિલનાડુની ખાસ શાલ, બંગાળનો જૂટ ફાઈલ ફોલ્ડર, અસમનો ગમછો જેવી વસ્તુઓ પણ શામેલ છે. તમને પણ જાણવાનું મન થશે કે પીએમ મોદીએ શું શું ખરીદ્યું છે.

અસમમાંથી 1950 રૂપિયાના ગમછાની ખરીદી ઓનલાઈન કરી

તામિલનાડુમાંથી કરી શાલની ખરીદી

મધ્યપ્રદેશમાંથી પેઈન્ટિંગનો ઓર્ડર આપ્યો

નાગાલેન્ડમાંથી પ્રખ્યાત શાલ મગાવી

બિહારમાંથી મધુબની પેઈન્ટની ખાદી સ્ટોલનો ઓર્ડર

પશ્ચિમ બંગાળમાંથી જ્યૂટ ફાઈલ ફોલ્ડર ખરીદ્યું

કેરળના ક્લાસિક પામ ક્રાફ્ટની ખરીદી

ઈલેક્શનવાળા રાજ્યોમાંથી પીએમ મોદીએ કરી ખરીદી

પીએમ મોદીએ જે વસ્તુઓની ખરીદી કરી છે. તેમાંથી કેટલાકનો સંબંધ આ વર્ષે થનારા વિધાનસભા ઈલેક્શનવાળા રાજ્યોમાંથી પણ છે. પશ્ચિમ બંગાળ, અસમ, કેરાલા, તમિલનાડુ એવા રાજ્યો છે.

આ પહેલા સવારે ટ્વિટ કરીને મહિલા દિવસની શુભેચ્છાઓ પાઠવી

પીએમ મોદીએ આ પહેલા સવારે ટ્વિટ કરીને મહિલા દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. કહ્યું હતું કે મહિલાઓ સતત સમાજને આગળ વધારવાનું કામ કરી રહી છે. સરકાર નારી શક્તિને મજબૂત કરવાનું કામ કરી રહી છે. પીએમ મોદી ઘણીવાર પોતાની ફેશન ટ્રેન્ડ નક્કી કરતા આવ્યા છે. મોદી જેકેટ હોય કે મોદી જે ગમછો મોઢે ઢાંકીને ફરે છે તે હોય કે મોદી કુર્તા, દરેકમાં પોતાનો કંઈક અલગ અંદાજ હોય છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો